દેશમાં મોનસૂન ટ્રેકર:MP- રાજસ્થાન સહિત 28 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ; અજમેરમાં 25થી વધુ સ્કૂલોના બાળકો પૂરમાં ફસાયા હતા, તમામનો બચાવ
હવામાન વિભાગે શનિવારે (7 સપ્ટેમ્બર) મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિત 28 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. શુક્રવારે (6 સપ્ટેમ્બર) રાજસ્થાનના ઘણા શહેરોમાં રેકોર્ડ વરસાદ પડ્યો હતો. અજમેરમાં 1995 પછી પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. 25થી વધુ સ્કૂલોના બાળકો પૂરમાં ફસાઈ ગયા હતા. રસ્તાઓ પર 3-4 ફૂટ પાણી વચ્ચે તેમને બચાવી લેવાયા હતા. આજે સ્કૂલો બંધ છે. અજમેરની જવાહરલાલ નેહરુ હોસ્પિટલમાં પણ પાણી ઘૂસી ગયા હતા. રાજસમંદ જિલ્લામાં રસ્તાઓ અને પુલો નદીઓમાં ફેરવાયા. ચાર લોકોને લઈને જતી કાર એક પુલ પરથી પસાર થતી વખતે તણાઈ ગઈ હતી. પોલીસ અને સ્થાનિક લોકોએ તમામ લોકોને બચાવી લીધા હતા. દેશભરમાંથી વરસાદ અને પૂરની તસવીરો... 8 સપ્ટેમ્બરે 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગે 8 સપ્ટેમ્બરે 18 રાજ્યોમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઝારખંડમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આજે રાજ્યોમાં હવામાનની સ્થિતિ... રાજસ્થાન: 5 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, અજમેરમાં ભારે વરસાદનું એલર્ટ રાજસ્થાનના 5 જિલ્લામાં શનિવારે (7 સપ્ટેમ્બર) ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અજમેરમાં પણ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. અજમેર, ભીલવાડા, જયપુર, દૌસા અને શેખાવતી સહિત અનેક સ્થળોએ શુક્રવારે ભારે વરસાદ થયો હતો. ત્રિવેણી નદીના જળસ્તરમાં વધારો થતાં મોડી સાંજે બિસલપુર ડેમના વધુ બે દરવાજા ખોલવા પડ્યા હતા.
હિમાચલ પ્રદેશ: 5 જિલ્લામાં પૂરની ચેતવણી; અત્યાર સુધીમાં 21% ઓછો વરસાદ હિમાચલ પ્રદેશના 5 જિલ્લાઓમાં શનિવારે (7 સપ્ટેમ્બર) પૂરનું એલર્ટ આપવામાં આવ્યું છે. શિમલા, સોલન, સિરમૌર, મંડી અને બિલાસપુર જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલથી રાજ્યમાં ચોમાસું નબળું પડશે. 12 સપ્ટેમ્બર સુધી હવામાન સ્વચ્છ રહેવાની આગાહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.