UP-MP સહિત 5 રાજ્યોમાં હીટવેવ:ઝાંસી 45° તાપમાન સાથે દેશમાં સૌથી ગરમ; કેરળ- ગોવામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, માછીમારોને દરિયો ખેડવા ન જવાની ચેતવણી અપાઈ - At This Time

UP-MP સહિત 5 રાજ્યોમાં હીટવેવ:ઝાંસી 45° તાપમાન સાથે દેશમાં સૌથી ગરમ; કેરળ- ગોવામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, માછીમારોને દરિયો ખેડવા ન જવાની ચેતવણી અપાઈ


કેરળ અને મહારાષ્ટ્રમાં ચોમાસાએ એન્ટ્રી કરી દીધી છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. જો કે, ઉત્તર ભારત, મધ્ય ભારત, ઉત્તર પશ્ચિમમાં હજુ પણ કાળઝાળ ગરમી પડી રહી છે. 7 જૂને, સમગ્ર દેશમાં સૌથી વધુ તાપમાન ઉત્તર પ્રદેશના ઝાંસીમાં 45.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને દિલ્હીમાં પણ આવી જ સ્થિતિ હતી. આ રાજ્યોના લગભગ 14 શહેરોમાં પારો 44 ° થી વધુ નોંધાયો હતો, જેના કારણે આગામી 2 દિવસ સુધી હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. જો કે ચોમાસું 9 જૂન રવિવાર સુધીમાં મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. ચોમાસાનો વરસાદ 6 જૂને દક્ષિણ કોંકણ વિસ્તારમાંથી મહારાષ્ટ્રમાં પ્રવેશ્યું હતું. ગોવામાં વરસાદના કારણે માછીમારોને આગામી ચાર દિવસ સુધી દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ મહારાષ્ટ્રના મરાઠવાડામાં એક સપ્તાહમાં વરસાદ, પૂર અને વીજળી પડવાને કારણે 8 લોકોના મોત થયા છે. જેમાંથી 6ના મોત એકલા વીજળી પડવાથી થયા હતા. મરાઠવાડામાં ખેડૂતોના 113 પશુઓના મોતની પણ માહિતી છે. લાતુરમાં એક મહિલા પૂરમાં તણાઈ ગઈ હતી. તેમજ, નાંદેડમાં, એક 70 વર્ષીય વ્યક્તિનું વરસાદને કારણે મૃત્યુ થયું હતું. આગળ શું... આ સમાચારમાં વાંચો કેવું રહેશે રાજ્યોમાં હવામાન... મધ્યપ્રદેશઃ ઈન્દોર-ભોપાલ સહિત 30 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ. બિજાવર-દમોહમાં ​​​​​ગરમી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.