NEET કેસની 38 અરજીઓ પર આજે સુનાવણી:CJI ચંદ્રચુડની બેન્ચ 20 હજાર વિદ્યાર્થીઓની ફરિયાદો સાંભળશે; ReNEET પર નિર્ણય શક્ય - At This Time

NEET કેસની 38 અરજીઓ પર આજે સુનાવણી:CJI ચંદ્રચુડની બેન્ચ 20 હજાર વિદ્યાર્થીઓની ફરિયાદો સાંભળશે; ReNEET પર નિર્ણય શક્ય


NEET UG પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદો પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. કોર્ટમાં કુલ 38 અરજીઓ પર સુનાવણી થશે. તેમાંથી 34 અરજીઓ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કોચિંગ સંસ્થાઓ દ્વારા દાખલ કરવામાં આવી છે, જ્યારે 4 અરજીઓ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દાખલ કરવામાં આવી છે. આ અરજીઓની સુનાવણી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ જેબી પારડીવાલાની ડિવિઝન બેંચ કરશે. આજે સુપ્રીમ કોર્ટમાં NEET સંબંધિત અરજીઓ આઇટમ નંબર 31 હેઠળ સૂચિબદ્ધ છે. આજે કોર્ટ સમગ્ર પરીક્ષા રદ કરીને ફરીથી આયોજિત કરવાની માગણી કરતી અરજી પર પણ સુનાવણી કરી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.