કચ્છના આરોગ્ય કર્મી.ઓ પણ અચોક્કસ મુદ્દતની હડતાલ પર - At This Time

કચ્છના આરોગ્ય કર્મી.ઓ પણ અચોક્કસ મુદ્દતની હડતાલ પર


ભુજ,સોમવારરાજયના આરોગ્ય કર્મચારીઓ કોરોના વોરિયર્સના ભથૃથા, ગ્રેડ પે સહિતના વિવિાધ પડતર પ્રશ્નો મુદ્દે લડી લેવાના મુડમાં હોઈ આજાથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અપાયેલા એલાનમાં કચ્છના કર્મચારીઓ પણ જોડાયા હોઈ આજાથી જિલ્લામાં આરોગ્ય સેવાને અસર પહોંચી છે.આ અંગેની વિગતો મુજબ રાજ્યના આરોગ્ય કર્મચારીઓની વિવિાધ પડતર માગણીઓના નિરાકરણ માટે મહાસંઘ દ્વારા રાજ્યકક્ષાએ, જિલ્લા અને તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપવા પ્રતિક ધરણા યોજવા સહિતના અનેક કાર્યક્રમો અગાઉ યોજાઈ ચૂકયા છે તેમ છતાં માંગણી સંતોષાઈ ન હોઈ રાજ્યના આરોગ્ય કર્મચારીઓએ પડતર પ્રશ્નોના નિરાકરણ મુદ્દે લડી લેવાનુંક મન બનાવી લેતા આજાથી અચોક્કસ મુદતની હડતાલમાં કચ્છના આરોગ્ય કર્મચારીઓ પણ જોડાતા આજાથી આરોગ્ય સેવા પ્રભાવિત બનવા ઉપરાંત રસીકરણ સહિતની અન્ય કામગીરીઓને પણ અસર થઈ શકે તેમ છે. રાજ્ય સંઘ તરફાથી કાર્યક્રમો અંગેના જે આદેશો આપવામાં આવશે તેને અનુસરીને કચ્છમાં પણ આરોગ્ય કર્મીઓ દ્વારા કાર્યક્રમ યોજાશે.અત્રે ઉલ્લેખનીય છે કોરોનાના કપરા કાળમાં રાત-દિવસ જોયા વગર ખડેપગે દર્દીઓની સેવા ઉપરાંત રસીકરણમાં પણ આરોગ્ય કર્મચારીઓની કામગીરીની નોંધ લેવાઈ હતી. રસીકરણ કેન્દ્ર ઉપરાંત વિવિાધ સૃથળોએ કેમ્પો, મેઘા ડ્રાઈવ યોજીને હજારો લોકોને રસીનું કવચ પૂરૃં પાડયું હતું. સરકારે આરોગ્ય કર્મીઓને કોરોના વોરીયર્સનું બિરૃદ આપી કર્મચારીઓને કોરોના ભથ્થું આપવાની જે-તે સમયે જાહેરાત કરી હતી આ જાહેરાતને લાંબો સમય થઈ ગયો હોવા છતાં આરોગ્ય કર્મચારીઓને કોઈ ભથ્થું મળ્યું નાથી તો બીજીબાજુ ગ્રેડ પે સહિતના મુદ્દે પણ કર્મચારીઓને વારંવાર માત્ર આશ્વાસનો જ અપાઈ રહ્યા હોવાથી આજાથી આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.