ક્રિષ્ણા સાર્વજનિક હોસ્પિટલના હોદ્દેદારો નિમાયા
(રિપોર્ટર:જાકીર હુસેન મેમણ)
ક્રિષ્ણા સાર્વજનિક હોસ્પિટલના હોદ્દેદારો નિમાયા
હિંમતનગર: સાબરકાંઠા હેલ્થ એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત હિંમતનગરની પીપલોદી સ્થિત સાર્વજનિક હોસ્પિટલના હોદ્દેદારોની તાજેતરમાં વરણી કરાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે ત્રિલોકભાઈ પરીખ, ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, બાલક્રિષ્ણભાઈ ઠક્કર, મેનેજીંગ ટ્રસ્ટી તરીકે કુંજબીહારી પટેલ, સહમંત્રી તરીકે મણીભાઈ પટેલ, ખજાનચી કૈલાસભાઈ દુદાણી અને કોરકમિટીના સભ્ય તરીકે ઈસ્લામભાઈ લુહાર તથા હંસરાજભાઈ શાંખલાની સર્વાનુમત્તે વરણી કરાઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.