બાલાસિનોર તાલુકાના વહીવટીતંત્ર આયોજિત તિરંગા યાત્રા નું પ્રસ્થાન ધારાસભ્ય માનસિંહ ચૌહાણ કરાવ્યું.
બાલાસિનોર નગરમાં સ્વાતંત્ય પર્વની ઉજવણીની તૈયારીઓ વચ્ચે બાલાસિનોરમાં તાલુકા વહીવટીતંત્ર આયોજનમાં નીકળેલી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રામાં અનેરો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. અખંડ ભારતની એકતાના યશગાન ગાતી આ 'તિરંગા યાત્રા' માં માનસિંહ ચૌહાણની સાથે પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠક અને પૂર્વ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા ઉદેસિંહ ચૌહાણ સહભાગી થયા હતા.
તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલા તિરંગાને શાનથી લહેરાવતા અદમ્ય ઉત્સાહને વંદન કરીને, દેશમાં જ્યાં જુઓ ત્યાં ચારેય દિશામાં તિરંગો લહેરાઈ રહ્યો છે. ગુજરાતના ખૂણે-ખૂણે યોજાયેલી તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાતા લોકજુવાળને વંદન બાલાસિનોરની ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રાના આ દ્રશ્યોજોવા મળ્યાં હતાં
દેશના ખૂણે-ખૂણે દેશભક્તિ માટે પ્રેરણા પૂરી પાડશે, તિરંગા યાત્રાને આવકારવા માટે આબાલવૃદ્ધ સૌ કોઈ ઘરની બહાર રસ્તાઓ પર છે, સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે દેશપ્રેમની ભાવના ઉજાગર કરતી આ ભવ્ય તિરંગા યાત્રા અંબાજી મંદિરથી શરૂ થઈને ગોકુલેશ મંદિર,નિશાળ ચોક,રાજપુરી દરવાજા, બસ સ્ટેશન, કરૂણા નિકેતન હાઈસ્કૂલ ખાતે સમાપ્ત થઈ હતી.
ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠક, પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ, મામલતદાર આર.વી.વાધેલા,કુ અવની એન તબિયાર તાલુકા વિકાસ અધિકારી બાલાસિનોર,
નૈમેશ પટેલ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર આકાશ પટેલ, બાલાસિનોર ટાઉન પીઆઈ અનશુમન નિનામા,તાલુકા પંચાયત પ્રમુખ ના પ્રતિનીધી, જિલ્લા પંચાયત ના સદસ્યો, બાલાસિનોર નગર ની સ્કૂલ ના વિધાર્થીઓ જેમાં શ્રી ઓચ્છવલાલ સેઠ હાઈસ્કૂલ, સંસ્કાર મંદિર,પી.વી.વિધ્યાલય હાઈસ્કૂ,વિવેકાનંદ હાઇસ્કૂલ, નવગુજરાત હાઇસ્કૂલ,મહંમદી હાઈસ્કૂલ, શ્રેયષ હાઈસ્કૂલ, સહિત નગરની તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ તેમજ સેવાકીય સંસ્થાઓ, નગરજનો ખુબ મોટી સંખ્યામાં સહભાગી થયા હતા
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.