બાયલ ગામે શ્રી પંચદેવ મંદિર ખાતે બ્રહ્માણી માતાજીનું આઠમ (દુર્ગાષ્ટમી) નું હવન યોજાયું. - At This Time

બાયલ ગામે શ્રી પંચદેવ મંદિર ખાતે બ્રહ્માણી માતાજીનું આઠમ (દુર્ગાષ્ટમી) નું હવન યોજાયું.


અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બાયલ ગામે શ્રી પંચદેવ મંદિર ખાતે બ્રહ્માણી માતાજીનું આઠમ (દુર્ગાષ્ટમી) નું હવન યોજાયું.

જગતજનની ભગવતી માં અંબા ના ઉપાસના પર્વ નવરાત્રી ના આઠમા નોરતે, બાયલ ગામે પંચદેવ મંદિર ખાતે આસો સુદ આઠમ ને તારીખ - ૧૧/૧૦/૨૦૨૪ શુક્રવાર ના રોજ વર્ષો થી સદંતર ચાલતી પ્રાચીન વિધિ તેમજ વેદોક્ત મંત્રોચ્ચાર દ્વારા બ્રહ્માણી માતાજી નું આઠમ નું હવન યોજાયું. જે વર્ષો થી મંદિર ના આદ્યસ્થાપક સદ્દગુરૂ મહંત શિરોમણી પ.પૂ. ચંદ્રવદન વ્યાસ સાહેબ ની પ્રેરણા થી શરૂ કરવામાં આવેલ અને હાલ પણ દર વર્ષે નિત્યક્રમ પ્રમાણે આઠમ નું હવન યોજાય છે. હવન પ્રારંભ સવારે ૧૧.૩૦ કલાકે થયો. જે દરમિયાન ગણપતિ ભગવાન અર્ચના, ૬૪ યોગિની પૂજન, વિષ્ણુ - લક્ષ્મી પૂજન, મહાદેવજી અને મહાલક્ષ્મી મહાવિદ્યા માતાજી પૂજન અને અંતે બપોરે ૩.૩૦ કલાકે હવન ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જે પાવનકારી દર્શન નો લ્હાવો તમામ ગ્રામજનો અને ગુરૂગાદીના શિષ્યો ઉઠાવી ધન્યતા અનુભવે છે.

જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.