નવયુગપરામાં જાહેરમાં જુગાર રમતાં સાત બાઝીગરો ઝડપાયા - At This Time

નવયુગપરામાં જાહેરમાં જુગાર રમતાં સાત બાઝીગરો ઝડપાયા


નવયુગપરામાં જૂની જેલની સામે જાહેરમાં તીનપતિનો જુગાર રમતાં સાત શખ્સોને રૂ. 44 હજારની રોકડ કબ્જે કરી હતી. દરોડાની વિગત અનુસાર, ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ દેવશીભાઈ ખાંભલા અને અજયભાઈ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે મળેલ ચોક્કસ બાતમીના આધારે નવયુગપરામાં જૂની જેલ સામે જાહેરમાં તીનપતિનો જુગાર રમતાં પ્રેમજી ઉર્ફે હકુ માવજી મૂછડીયા, જગદીશ ઉર્ફે ભમો પુંજા ગોહેલ, મહેબૂબ ઉર્ફે બેરો અલ્લારખા અજમેરી, દિનેશ ભીમજી મોરી, સુરેશ રતિલાલ ગોહેલ, વિનોદ આલા પરમાર અને નાગજી ઉર્ફે નાગરાજ રાજા ગરને રોકડ અને મોબાઈલ મળી રૂ.44 હજારના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.