પાણી ભરવા મામલે થયેલી માથાકૂટનો ખાર રાખી શ્રમિક પરિવાર પર કરવત-ધોકાથી હુમલો
ગોંડલ ચોકડી પાસે પાણીના ટાંકા સામે આવેલી વિશ્વકર્મા સોસાયટી શેરી નંબર 12 માં રહેતા નીતેશભાઇ સાજણભાઇ જોગીભાઇ ચૌધરી (ઉ.વ.25) એ પોતાની ફરિયાદમાં તેમના ઘર નજીક રહેતા ગુલાબહુસેન મુસા માણેક,વલીમહમ્મદ ઉર્ફે પપ્પુ ગુલાબહુસેન માણેક, નાસીર ઉર્ફે ભગત ગુલાબહુસેન માણેક અને હનિફાબેન ગુલાબહુસેન માણેકનું નામ આપતા તેઓની સામે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ થતા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નિતેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરીવાર સાથે સંયુકત કુટુંબમાં રહું છું
અને પારેવડી ચોકમા આવેલ હોટલ ફન પાછળ કારખાનામાં કામ કરૂ છું.ગઈકાલ સાંજના સાડા સાતેક વાગ્યે હું મવડી ચોકડી હતો ત્યારે મારાભાઇ અજયનો મને ફોન આવેલ કે ઝડપથી ઘરે આવ ઝઘડો થયેલ છે આમ વાત કરતા હું મારા કાકાનો દિકરોભાઇ સચીન સાથે અમારા ઘરે આવેલ અને ઘરે જોતા મારાભાઇ અજય તથા મારા માતા નીલમબેન અને મારા પિતા સાજણભાઇ સાથે અમારા પડોશી વલીમહમ ઉર્ફે પપ્પુ તથા તેનો ભાઇ નાશીર ઉર્ફે ભગત બંન્ને ઝઘડો બોલાચાલી કરતા હતા.જેથી મેં મારા ઘરના સભ્યોને બનાવ અંગે પુછતા મારા માતા નીલમબેને મને જણાવેલ
કે આપડા પાડોશમાં રહેતા વલીમહમદ ઉર્ફે પપ્પુ તથા તેનો ભાઇ નાસિર ઉર્ફે ભગત અમને કહેલ કે તમો અમારી ખોટી વાતો કેમ કરો છો તથા અમારી દુકાન પાસે કેમ બેસો છો તેમ કહી આ બંન્ને ભાઇઓ અમારી સાથે ઝગડો કરે છે આમ વાત કરતા હતા તે દરમ્યાન આ નાશીરભાઇ ઉર્ફે ભગત મારા માતા નીલમબેનને તથા મારા પિતા સાજણભાઇને જેમ ફાવે તેમ ઢીકાપાટાનો મુઢ માર મારવા લાગ્યા હતા અને નાશીર ગુલાબહુશેનએ મારાભાઇ અજયને વાસામા તથા માથાના ભાગે લોખંડના પાઇપ અને વલીમહમદ ઉર્ફે પપ્પુ મારા માતા ની લમબેનને મારતા હોય હુ વચ્ચે પડતા મને વલીમાહમદ ઉર્ફે પપ્પુએ જમણી આંખ પાસે ધોકો માર્યો હતો.
મારાભાઇ અજયને નાશીરહુશેન ઉર્ફે ભગતે પાઇપ વતી માર મારેલ હતો તથા મારા પિતાને ગુલાબહુશેને કરવત જેવા તીક્ષણ હથિયારથી માથામા તથા મોઢે શરીરે ઇજા કરેલ અને આ ગુલાબ હુસૈનની પત્ની હનીફાબેને મારા મમ્મી નીલમબેનને માથામા ધોકાવતી મારમારેલ હતો અને મે 108 બોલાવી બે ગાડી આવતા હું બધાને લઇ અહી હોસ્પીટલમા દાખલ કરેલ છે.આ બનાવનું કારણ એ છે કે,અમારે અગાઉ પાંચેક મહીના પહેલા પાણીના ટેકરમાંથી પાણી ભરવા બાબતે માથાકૂટ થઈ હતી.જ્યારે સામાપક્ષે પણ હસીનાબેન ગુલાબહુસેન(ઉ.વ.55)ને ઇજા થતાં સારવારમાં ખસેડાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.