બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા 142 વિપક્ષી નેતાઓને સસ્પેન્ડ કરાતા વિરોધ કરાયો - At This Time

બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા 142 વિપક્ષી નેતાઓને સસ્પેન્ડ કરાતા વિરોધ કરાયો


બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા 142 વિપક્ષી નેતાઓને સસ્પેન્ડ કરાતા વિરોધ કરાયો

દિલ્હીમાં ચાલતી લોકસભા માંથી 142 વિપક્ષી નેતાઓને સસ્પેન્ડ કરાતા લોકોમાં અને વિપક્ષી દળોમાં ખૂબ જ રોષની લાગણી ફેલાયેલ છે ત્યારે બોટાદ ખાતે દિન દયાળ ચોકમાં બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરી વિરોધ નોંધવામાં આવ્યો હતો અને બોટાદ પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી
કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા જણાવેલ છે કે આ ભાજપની સરકારમાં લોકતંત્રનું અને લોકશાહીનું ગળું ઘૂંટવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.અને એક જ પક્ષ પોતાની મનમાની ચલાવવા માટે ગમે તે ભોગે બહુમતીના જોરે લોકશાહી નાબૂદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.ત્યારે લોકસભામાંથી 142 સાંસદોને સસ્પેન્ડ કરાતા તેના વિરોધમાં બોટાદ કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે બોટાદ પોલીસ દ્વારા કોંગ્રેસ પક્ષના જિલ્લા પ્રમુખ તેમજ અન્ય કોંગ્રેસ પક્ષના કાર્યકરોની અટકાયત કરવામાં આવેલ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.