હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બનતા નસવાડી M.E.M.S. ના ભૂલકાઓ
હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બનતા નસવાડી M.E.M.S. ના ભૂલકાઓ
દેશ પ્રત્યે ગર્વ અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના જાગૃત થાય એવા ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આઝાદીના અમૃત કાળમાં રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય ચેતનાને પ્રબળ બનાવવા ૭૮માં સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે "હર ઘર તિરંગા યાત્રા"નું આહવાન કરવામાં આવ્યું છે, જેના પરિણામે સમગ્ર દેશ દેશભક્તિના રંગે રંગાયો છે.
આ અભિયાનમાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ના મદની ઈંગ્લીશ મિડીયમ ના ભૂલકાઓ પણ સહભાગી બની રહ્યા છે. ભૂલકાઓ દેશભક્તિની થીમ આધારિત પોશાકો પહેરીને દેશભક્તિનો સંદેશો ફેલાવી રહ્યા છે તેવો રંગારંગ કાર્યક્રમ નસવાડી M.E.M.S. શાળા ખાતે શિક્ષકગણ ની હાજરીમાં યોજાયો હતો ભુલકાઓએ ઉત્સાહ ભેર દેશ ભક્તિના પોશાક ધારણ કરી કાર્યક્રમમાં ભાગ લીધો હતો
અલ્લારખા પઠાણ નસવાડીવાલા
*******
9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.