વ્યાજખોરોએ રૂા.1.40 કરોડના બદલે 2.50 કરોડનું કારખાનું લઈ લીધા બાદ પણ ધમકી આપી - At This Time

વ્યાજખોરોએ રૂા.1.40 કરોડના બદલે 2.50 કરોડનું કારખાનું લઈ લીધા બાદ પણ ધમકી આપી


શહેરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે.સોખડા ગામે ગેસ પ્લાન્ટની પાછળ શ્રી હરી ઇન્ડસ્ટ્રીઝમાં કારખાનું ધરાવતાં રમેશભાઈ ડાભીએ ધંધો વિકસાવવા છ વ્યાજખોર પાસેથી કરોડો રૂપિયા લીધાં બાદ કોરોનાકાળમાં મંદી આવતાં વ્યાજ ચૂકવી ન શકતા વ્યાજખોરોએ રૂ.1.40 કરોડના બદલે 2.50 કરોડનું કારખાનું લઈ લીધા બાદ પણ ધમકી આપતા ત્રાસથી કંટાળી યુવાને ઝેર પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવારમાં ખસેડવામાં આવ્યાં હતાં.
બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.બનાવ અંગે રાજકોટના સોખડા ગામે ગેસ પ્લાન્ટની પાછળ શ્રી હરી ઇન્ડસ્ટ્રીઝ પાસે રહેતાં રમેશભાઈ ભીમજીભાઈ ડાભી (ઉ.વ. 42) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિજય વશરામ રાઠોડ, સંજય રમેશ રાઠોડ, મહેશ કેશુ ગોરીયા (રહે. ત્રણેય સોખડા), પ્રતિપાલસિંહ ગિરિરાજસિંહ જાડેજા (રહે. ઉદયનગર-1,શેરી નં.17) અને છત્રપાલસિંહ જાડેજા (રહે. રાજકોટ) નું નામ આપતાં કુવાડવા રોડ પોલીસે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ઇમીટેશનનુ કામ કરે છે. તેમજ સોખડા ગામે તેમની માલીકીની જમીનમાં કૈલાશ વેક્સ એટેન્ડ મેન્યુફેકચર નામથી ઇમીટેશન કામનુ બંગડીના પાઈપ તથા વૈકસ (મીણ) બનાવવાનુ કારખાનુ ચલાવતાં હતાં, જે કારખાનુ હાલ બંધ છે. બંન્ને કારખાનાના એકાઉન્ટ અલગ અલગ છે. કારખાનાની પાછળ તેમનું મકાન આવેલ છે.
તેઓ છેલ્લા તેર વર્ષ પહેલાથી ઇમીટેશનનુ કારખાનુ ચલાવી ધંધો કરતાં હોય અને ધંધો વધી જતા મોટો પ્રોજેકટ શરૂ કરવાં વર્ષ 2017 માં સોખડા ગામના સ.નં. 103 વાળી જમીનના શ્રી હરી ઇન્ડસ્ટ્રીઝ પાર્કના પ્લોટ નં. 26-27 ની 1124 વાર જમીન ખરીદ કરેલ હતી. જેમાં બાંધકામનો રૂ.1.90 કરોડનો ખર્ચો થયેલ જેથી પૈસાની જરુર પડતા બેંકમાંથી રૂ.99 લાખની લોન લીધેલ અને બે વર્ષ સુધી બાંધકામમાં નીકળી ગયેલ.
બીજા કારખાના માટે પ્રોજેકટ લોન રૂ.1.77 કરોડ લોન બેંકમાં મુકેલ પણ બાંધકામ પુરૂ થયેલ ન હોય જેથી લોન થઈ શકે તેમ ન હોવાથી અધૂરું બાંધકામ પુરુ કરવા તેમજ ધંધાના રોકાણ માટે રૂપીયાની જરુર પડતા જે તે વખતે કારખાના માટે જમીન ખરીદ કરેલ ત્યારથી સોખડા ગામના વીજય રાઠોડ સાથે ઓળખાણ થયેલ અને તેને રૂપીયા એકાદ કરોડની જરુર છે તેમ વાત કરતા તેણે કહેલ કે, મારી પાસે આટલા રૂપીયા થાય એમ નથી બીજા પાસેથી બે ટકે વ્યાજે લેવડાવી દઇશ તેમ કહેલ હતું.
બાદમાં વિજય રાઠોડે કહેલ કે, મારા પિતાએ જમીન વેચેલ જેના રૂપીયા આવેલ હું તેને પુછીને કહું કહ્યા બાદ વીજય રાઠોડ અને તેના ભત્રીજા સંજય રાઠોડ તેમના કારખાને આવી. રૂ.1 કરોડ રોકડા આપી ગયેલ અને કહેલ કે, દર મહીને બે ટકા લેખે વ્યાજ આપજો તેમ વાત કરી પૈસા લીધા હતા.જે બાબતે સ્ટેમ્પ ઉપર ઉછીના રૂપીયા લીધેલનું અલગ અલગ વખાણ કરી આપેલ હતું.
જે બાદ વધુ પૈસાની જરૂર પડતા વિજયને વાત કરતા તેણે રૂ.40 લાખ બે ટકા વ્યાજે મહેશ ગોરીયા પાસેથી આપવેલ હતા. જે રુપીયા લીધેલ તેનુ કોઈ લખાણ કરેલ નથી. જે બાદ કારખાનાની મશીનરી ખરીદ કરેલ અને ત્રણેય પાસેથી વ્યાજે લીધેલ રૂપીયામાંથી બાંધકામમાં ખર્ચો કરેલ અને મશીનરી લીધેલ તેના ચુકવી આપેલ હતાં.
મશીનરીનુ ફીટીંગ કરેલ બાદ બે કારખાના શરૂ કરવાના હતા આ દરમ્યાન કોરોના આવી જતા ધંધામાં એકદમ મંદી આવી ગયેલ તેમ 27 મહીના સુધી ઉછી ઉધારી કરી દર મહીને વીજય અને સંજયને બે ટકા લેખે વ્યાજના એક-એક લાખ રુપીયા આપેલ હતાં. બંનેને કુલ રૂ.54 રોકડા આપી દીધેલ અને મહેશ ગોરીયાને 22 મહીના સુધીમાં રૂ.80 હજાર લેખે કુલ રૂ.17.60 લાખ આપી દીધેલ હતાં.
ધંધામાં બે વર્ષ સુધી મંદી રહેલ જેથી તેઓ વધું ખેચમાં આવી જતા વ્યાજ પણ ચુકવી શકાય તેમ ન હોય જેથી વર્ષ 2022 ના વીજયને કહેલ કે, મારાથી તમારૂ વ્યાજ પણ ભરી શકાનું ન હોય તમે વ્યાજનુ થોડા સંયમ જાળવો તેમ કહેતા તેણે કહેલ કે, મારે તમારું વ્યાજ જોતુ નથી તમે અમારી મુદલ મુડી આપી દયો કહેતા તેને મને મુદત આપવાનું કહેતાં તેણે કહેલ કે તારુ કારખાનુ વેચીને પણ અમારા રૂપીયા આપ, જેથી બે ત્રણ મહીનાની મુદત આપેલ અને ફરીથી વીજય અને સંજય ઘરે આવીને કહેલ કે, અમારી મુડી આપી દે તેમ કહેતા કહેલ કે મારૂ કારખાનુ વેચવા બહાર પાડેલ અને વેચાય પછી તમને આપી દવ કહેલ હતું.
પરંતુ કારખાનું વહેચાયેલ નહી, આ દરમ્યાન વીજય અને સંજય બંન્ને મને તુ ગમે તેમ કરી અમારા રૂપીયા આપી દે તેમ કહી અવાર નવાર દબાણ કરતા હોય પરંતુ તેઓ તેની પાસે સમય માગતો રહેતો હતો. બાદમાં પોણા બે વર્ષ પહેલા ત્રણેય તેમના ઘરે આવી કહેલ કે, તું તારું તારા કારખાનાની કીંમત સાડા ત્રણ કરોડ થાય તેમ કહી તેણે કારખાનુ સરસ્તામાં પડવી લેવાનુ હોય.
જેથી માર મારવાની ધમકી આપી હતી. બાદમાં વર્ષ 2023 માં છત્રપાલસિંહ જાડેજાને કહેલ કે, મારે પૈસાની જરૂર હોય વ્યાજે સેટીંગ કરાવી આપો કહેતા તેણે કહેલ કે હું કાંઈ કરાવી આપીશ બાદ તેણે પ્રતિપાલસિંહ જાડેજા સાથે મળાવેલ અને તેને એકાદ કરોડ રૂપીયાની બે વર્ષ માટે જરુર છે તેમ કહેતા તેણે રૂ.60 લાખ ત્રણ ટકા વ્યાજે કરાવી આપેલ હતાં. બાદમાં મામલતદાર ઓફીસે બોલાવેલ જેમાં સહી કરી આપેલ અને પુછેલ કે, કેવી રીતે શું લખાણ કરાવેલ તો તેણે કહેલ કે પછી હું તમને નકલ આપીશ તેમ કહેલ હતું.
15 દિવસ બાદ સાટા કરારની નલક પ્રતિપાલસિંહે મોકલતા તેમા મારા પ્લોટ નં.- 26 નુ સાટા કરાર છ મહીનાની મુદતનું કારવેલ હોવાનુ જણાતા તેને કહેલ કે તમે તો મને ખાલી લખાણ કરવાનુ કહેતા હતા અને આમા તો મારા પ્લોટનું સાટા કસર કરાવી લીધેલ છે તેમ કહેતા તેણે કહેલ તેમા કાંઇ ન હોય, તમે પૈસા આપી દેશો એટલે લખાણ કેન્સલ કરાવી નાખીશ અને તમારાથી રૂપીયા ન થાય ત્યા સુધી આપણે લખાણની મુદતે વધારતા જશુ, તે સાટા કરારની મુદત પુરી થતા એક વખત મુદત વધારેલ હતી.
બાદમાં સાટા કરારની મુદત પુરી થવામાં હોય જેથી પ્રતિપાલસિંહએ કહેલ કે, તમારાથી રૂપિયા થાય તેમ છે કે કેમ ? હું તમારી ફાઈલ બેન્કમાં રૂપીયા ભરીને છોડાવી મારી પાસે રાખું અને જે રુપીયા ભરૂ તેનું વ્યાજ ત્રણ ટકા થશે અને રૂપીયા આપી દેશો એટલે ફાઇલ આપી દઇશ કહેતાં જેથી તેને હા પાડેલ બાદમાં પ્રતિપાલસિંહ એ અલગ અલગ ખાતામાથી કુલ રૂ.86 લાખ ભરી દીધેલ અને પ્લોટ 26 ની ફાઇલ છોડાવી લીધેલ હતી.
બાદમાં વર્ષ 2024 ના જુન મહીનામાં છત્રપાલે ફોન કરીને તેની ઓફીસે બોલાવેલ આ વખતે પ્રતિપાલ તેની ઓફીસ હાજર હોય અને બંન્નેએ કહેલ કે, તમારાથી રૂપીયા થાય એમ છે કે નહી ? અને ન થાય એમ હોય તો દસ્તાવેજ કરી આપી તેમ દબાણ કરેલ હતું. બાદમાં છત્રપાલ અને પ્રતિપાલ ફોન કરીને ઓફીસે બોલાવી કહેતા કે, તમારૂ કારખાનું વેંચી નાંખો અમારાથી જળવાય એમ નથી કા અમને રૂપીયા આપી દયો કા તમે દસ્તાવેજ કરી દયો તમારો ધંધો હાલે કે ન હાલે એ અમારી નથી જોવાનુ તેમ કહી ધમકાવી દબાણ કરતા હતા. બાદમાં સંજય રાઠોડ અને મહેશ ગોરીયા ઘરે અવાર નવાર આવીને છોકરા ઓને ગાળો આપીને રૂ.1.40 આપી દેવા માર મારવા દોડી માર મારવાની ધમકી આપતો હતો.
વર્ષ 2024 ના માર્ચ મહીનામાં મારા પ્લોટ નંબર- 27 ની બેન્ક દ્રારા હરાજી કરવાની નોટીસ આપેલ ત્યારે પણ આરોપીએ ધમકી આપેલ હતી. હરાજીમાં પ્લોટ વીજયએ એક કરોડ છ લાખમાં ખરીદ કરેલ અને મારા પ્લોટની બાંધકામ સહીત રૂ.2.50 કરોડ જેટલાની પ્રોપર્ટી થતી હોય અને બેન્ક વાળાઓએ સસ્તામાં પ્લોટની હરાજી કરી નાખેલ હતી.
બેન્ક વાળાઓએ પ્લોટની હરાજી કર્યા બાદ બાકી લોનની ઉઘરાણી કરતા હોય અને પ્રોપટી વેંચાઈ જતાં આરોપીએ તેઓના બાકી રહેલ રૂપીયા માટે માર મારવાની ધમકી આપી દબાણ કરતા હોય જેથી કંટાળી તા.23/7/2024 ના રાતના ઝેરી દવા કારખાને લઈ જઈ પી આપઘાતનો પ્રયાસ કરતા તેઓને સારવારમાં ખસેડેલ હતાં. બનાવ અંગે પોલીસ કમિશ્નરને અરજી કર્યા બાદ ગુનો નોંધાયો હતો. વધું તપાસ કુવાડવા રોડ પોલીસે હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.