ધંધુકા તાલુકાના રતનપુર ગામના વ્યક્તિ ડોક્ટર પ્રશાંત વજીરાણી ના કાંડ નો ભોગ બન્યા.
ધંધુકા તાલુકાના રતનપુર ગામના વ્યક્તિ ડોક્ટર પ્રશાંત વજીરાણી ના કાંડ નો ભોગ બન્યા.
ધંધુકા તાલુકાના રતનપુર ગામના ભાઈલાલ ભાઈ સોલંકી ની ડો. પ્રશાંત વજીરાનીએ સાલ હોસ્પિટલ માં ઓપરેશન કરી સ્ટેન્ડ મૂક્યા બાદ અવસાન થતાં પરિવારે વસ્ત્રાપુર, શાહીબાગ અને ધંધૂકા પોલીસ મથક માં ડો. વિરુદ્ધ કાર્યવાહી ની માંગ કરી. માઁ કાર્ડ અંતર્ગત બ્લોક નળીઓ મા સ્ટેન્ડ મૂક્યા બાદ તબિયત લથડી અને ભાઈલાલ ભાઈ નુ કરુણ નિધન થયું હતું સમગ્ર મામલે પરિવાર ડોક્ટર સામે કડક કાર્યવાહી ની માંગ કરી રહ્યો છે.
ધંધુકા તાલુકાના રતનપુર ગામ ના સામન્ય ખેડૂત ભાઈલાલભાઈ સોલંકી ની તબિયત ખરાબ થતાં તેઓ ને અમદાવાદની સાલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતાં જ્યાં ફરજ પરના ડોકટર પ્રશાંત વજીરાનીએ બે નળી બ્લોક હોવાનું જણાવી તાત્કાલિક અસર થી સ્ટેન્ડ મૂકવાની સલાહ આપી અને તમારે તો માઁ કાર્ડ છે તેમાં હું કરી આપીશ આવું કહેતા પરિજનો તૈયાર થયા અને ઓપરેશન કરી સ્ટેન્ડ મુકી દેવામાં આવ્યાં ઘટના નાં અમુક દિવસો વાદ ફરી ભાઈલાલભાઈ ની તબિયત લથડતાં તેઓ ને સાલ હોસ્પિટલ લઈ જવાયા જ્યાં ડો. વજીરાની ની જગ્યાએ ડો. કમલ હાજર હતાં તેમણે દર્દી ને તપાસી ત્રીજી નળી બ્લોક છે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે એવું કહેતા પરિજનો તૈયાર થયા પરંતુ ઓપરેશન બાદ તેઓ ને બહાર લાવ્યા બાદ ઘણા સમય પછી તેઓ મૃત્યુ પામ્યા હોવાનું જણાવતા પરિવાર પર દુઃખ નો પહાડ તૂટી પડ્યો હતો.
આ બાબતે મીડિયામાં થોડા દિવસ પહેલા જ ડો. વજિરાનીનાં કાળા કરતૂતો પ્રસિદ્ધ થતા પરિવાર પણ અચંબિત રહી ગયો અને તેમનાં સ્વજન નુ ઓપરેશન પણ વજિરાની એ કર્યું હોવાથી વસ્ત્રાપુર, શાહીબાગ અને ધંધુકા પોલીસ મથક મા અરજી કરી આકરા પગલાંની માંગ કરી તો સહાય વળતર મુદ્દે પરિજન ગળગળા થઈ ગયા અને અમારો તો મોભ ચાલ્યો ગયો રૂપિયા થી એ પાછો નહીં આવે પણ આવા કાળા કામ કરનાર સામે આકરા કડક પગલાં ભરવાની માંગ કરી હતી
ભાઈલાલભાઈ રતનપુર ગામમાં આગેવાન હતાં આર્થિક રીતે સામાન્ય પરિવાર અને એક દીકરો ખેતી અને ગલ્લો ચલાવી પરિવાર નું ગુજરાન ચલાવતા હતાં. ગામ ના તમામ કામ મા અગ્રેસર રહેતા ભાઈલાલભાઈ ની મોટી ખોટ ગામ ને પડી છે અને આવા ડોકટરો સામે તંત્ર એ કડક કાર્યવાહી કરવી જ જોઈએ તેવી માંગ કરી હતી.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.