સ્કુલ ફી ભરવા મામલે માતા સાથે ચડભડ થતા યુવતીએ વખ ધોળ્યું - At This Time

સ્કુલ ફી ભરવા મામલે માતા સાથે ચડભડ થતા યુવતીએ વખ ધોળ્યું


નવલનગર-9માં રહેતી નંદીની અજયભાઈ કેવત (ઉ.વ.18) આજે વ્હેલી સવારે પોતાના ઘરે હતી ત્યારે ઉંદર મારવાની ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડાઈ હતી. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. વધુમાં પ્રાપ્ત વિગત અનુસાર નંદીનીએ આજે સવારે સ્કુલ ફીના રૂપિયા તેની માતા પાસે માંગ્યા હતા તેની માતાએ થોડા દિવસ પછી ફી ભરી દેશું તેવું કહેતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેનું માઠુ લાગી આવતા તેને પગલુ ભર્યુ હતું. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.