ભાજપ દ્વારા શહેરના તમામ વોર્ડમાં ઈ-ઓફિસ શરૂ કરાશે
ભાજપના વોર્ડ કાર્યાલય પર નાગરિકોની રજૂઆતોનું ડિજીટલી મોનિટરીંગ થઇ શકે અને રજૂઆતોનો અસરકારક અમલ થઇ શકે તે માટે ગાંધીનગર મહાનગર ભાજપ દ્વારા શહેરના દરેક 11 વોર્ડમાં ઇ-ઓફિસ શરૂ કરવામાં આવનાર છે. શનિવારે વોર્ડ નં. 1થી આ નવી સિસ્ટમનો પ્રારંભ થશે. ભાજપના પ્રમુખ રૂચિર ભટ્ટ અને મેયર હિતેષ મકવાણા સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ઇ- ઓફિસનો પ્રારંભ કરવામાં આવનાર છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.