**સંજેલી APMC ખાતે અનાજના ભાવ પત્રકમાં ઘઉ, ડાંગર,સોયાબીન સહિતના ભાવ પત્રક જીલ્લા તુલનામા ઓછા દર્શાવતા ખેડુતો ચિંતિત ** રિપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી - At This Time

**સંજેલી APMC ખાતે અનાજના ભાવ પત્રકમાં ઘઉ, ડાંગર,સોયાબીન સહિતના ભાવ પત્રક જીલ્લા તુલનામા ઓછા દર્શાવતા ખેડુતો ચિંતિત ** રિપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી


**સંજેલી APMC ખાતે અનાજના ભાવ પત્રકમાં ઘઉ, ડાંગર,સોયાબીન સહિતના ભાવ પત્રક જીલ્લા તુલનામા ઓછા દર્શાવતા ખેડુતો ચિંતિત **

સોયાબીન સહિતના ભાવોમાં જિલ્લા ભાવ પત્રક કરતા ઓછા ભાવે
ખરીદીના બોર્ડ પર ભાવો લાગતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.
સંજેલી તાલુકામાં મોટાભાગના લોકો ખેતી વ્યવસાય સાથે સંકળાયેલ છે અને જીવન નિર્વાહ કરીને રોજી રોટી કમાય છે.
હોય છે. જંગલ અને ડુંગરરાળ વિસ્તાર હોવાને કારણે આ વિસ્તારમાં અન્ય
કોઈ આવકના સાધનો ન હોવાથી મોટાભાગના લોકો ચોમાસુ શિયાળો
ઉનાળો પાકનુ,વાવેતર કરીને જીવન નિર્વાહ કરી રહ્યા છે. હાલ ચોમાસા પાકમા ડાંગર,
સોયાબીન સહિતના પાકો થઈ ચૂક્યા છે. ત્યારે ખેડૂતોને પોતાના મહેનતના
પાકનુ પણ યોગ્ય વળતર મળતું નથી. સંજેલી ખાતે આવેલી એપીએમસીમાં
ખેડૂતોના ભાવોમાં જિલ્લાના એપીએમસી માર્કેટ કરતા 40 થી 100
રૂપિયાનો ઘટા જણાય આવી રહ્યો છે. જેથી ખેડૂતો માલ ક્યાં વેચવા
જવો તેવી મૂંઝવણમાં પડ્યા છે. ત્યારે
દાહોદ ખાતે સોયાબીનના ક્વિ.ના ભાવ
4300થી લઈ અને 4418, મકાઈ પીળી 2250થી 2350, ડાંગર ઝેડઝીરા
2400થી 2450 સુધીના છે. તો બીજી તરફ સંજેલી ખાતે સોયાબીનનો ભાવ ક્વિ.ના
3950 દર્શાવ્યા છે. મકાઈ પીળી 2150, ડાંગર ઝેડજીરા 2175, જેથી
ક્વિ. 350થી 468 રૂપિયાનો ફેર જણાય આવે છે. આમ એકંદરે ખેડૂતોના મોટા ભાગના
પાકોના ભાવ જોતા ખેતીવાડીના ભાવ કરતાં ક્વિન્ટલે 300થી 400 જેટલો
ભાવનો ફરક જણાય આવે છે.


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.