ખાણીપીણીના 19 ધંધાર્થીને ત્યાં ચેકીંગ : લાયસન્સ માટે 8ને નોટીસ
મનપાની ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના 40 ફૂટ રોડ - વાવડી વિસ્તારમાં 19 ધંધાર્થીને ત્યાં મસાલા, ડેરી પ્રોડટક્સ, બેકરી પ્રોડટક્સ, ઠંડા-પીણાં, ખાદ્ય-તેલના ફૂલ 24 નમુનાની ચકાસણી કરાઇ હતી. તો દૂધના વધુ બે સેમ્પલ લેવાયા છે.
ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલી નિલકંઠ ડેરીમાંથી મિકસ દૂધ અને શ્રી કેસર વિજય ડેરી ફાર્મમાંથી મિકસ દૂધના નમુના લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
વાવડીના જે આઠ ધંધાર્થીઓને લાયસન્સ મેળવવા નોટીસ આપવામાં આવી છે તેમાં (1)જલારામ જનરલ સ્ટોર (2)આશાપુરા ફરસાણ (3) આર.વી. અમુલ પાર્લર (4)યોગી જનરલ સ્ટોર્સ (5)રૂપલ ફરસાણ (6)કોલ્ડ હાઉસ (7)નકલંક શેરડીનો રસ (8)દ્વારકેશ રસ સેન્ટરનો સમાવેશ થાય છે.આ ઉપરાંત (9)શ્રી મારુતિ કોઠી આઇસક્રીમ (10)શ્રી ખોડિયાર જનરલ સ્ટોર (11)શ્રી રામ ફાર્મસી (12)જગદંબા બેકરી (13)બેક ટેક બેકરી (14)મહાવીર કોલ્ડ્રિંક્સ (15)બજરંગ પાણિપુરી (16)શ્રી દ્વારકેશ ડેરી ફાર્મ (17)દેવ કૃપા પ્રોવિઝન સ્ટોર (18)પટેલ પાન (19)આઈ નમકીન માટમાં પણ ચકાસણી કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.