​​​​​​​રાજકોટમાં આ વર્ષે નવી પહેલ ખાનગી સ્કૂલમાં ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓ માટે રોજ યોગ ક્લાસ - At This Time

​​​​​​​રાજકોટમાં આ વર્ષે નવી પહેલ ખાનગી સ્કૂલમાં ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓ માટે રોજ યોગ ક્લાસ


આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, આજના દિવસે રાજકોટની તપન સ્કૂલે એક નવી પહેલ શરૂ કરી ધો.1થી 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રોજ યોગ અને પ્રાણાયામના ક્લાસ લેવામાં આવશે. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં નાના નાના અનેક ભૂલકાંઓ કોરોના સંક્રમિત થતા તેમના સ્વાસ્થ્યને હાનિ પહોંચી હતી. જેને કારણે બાળકોના શરીર વધી ગયા હતા, સ્વભાવમાં ગુસ્સો, ચીડિયાપણું આવી ગયું હતું. બાદમાં આપણી પ્રાચીન પરંપરાની અમૂલ્ય ભેટ સમાન યોગ-પ્રાણાયામથી સંક્રમિત થયેલા અનેક બાળકોના સ્વાસ્થ્ય સુધારા પર આવી ગયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.