શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર 21 જૂન " નિમિત્તે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર 21 જૂન ” નિમિત્તે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી


શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર 21 જૂન " નિમિત્તે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ)

શ્રી હરિકૃષ્ણ મહારાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર હડદડ (બોટાદ) ખાતે 21 જૂન "વિશ્વ યોગ દિવસ" નિમિત્તે યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ – 5 થી 10 ના 200 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેમાં દરેક વિદ્યાર્થીઓને યોગ વિશેની માહિતી, યોગનુ મહત્વ, યોગથી થતા ફાયદા વગેરેની સમજ આપવામાં આવી હતી. દરેક વિદ્યાર્થીઓને ધ્યાન, ૐ નો ઉચ્ચાર, અનુલોમ વિલોમ, બેઠા બેઠા કરવાના આસનો, ઉભા ઉભા કરવાના આસનો, પેટ પર સૂતા અને પીઠ પર સૂતા કરવાના વિવિધ પ્રકારના આસનો કર્યા હતા. જેનાથી દરેક વિદ્યાર્થીઓમાં યોગ અંગેની જાગૃતતા લાવી શકાય. કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં વિનોદભાઈ કાલસરિયા, વિજયભાઈ ઘાઘરેટિયા, જગદીશભાઈ, આચાર્ય અરવિંદભાઈ બાવળીયા, ઈન્ચાર્જ વિપુલકુમાર ડેરવાળિયા તેમજ સમગ્ર શૈક્ષિણક સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.