‘ગુનેગારોને બક્ષવામાં નહીં આવે’:હાથરસ દુર્ઘટના બાદ બાબા પહેલીવાર સામે આવ્યા, અધિકારીઓ સ્થિતિને સમજવામાં નિષ્ફળ ગયા: SIT ચીફ
હાથરસ દુર્ઘટના બાદ ભોલે બાબા પહેલીવાર સામે આવ્યા. શનિવારે સવારે ન્યૂઝ એજન્સી ANIને કહ્યું કે, 2 જુલાઈની નાસભાગની ઘટના પછી અમે ખૂબ જ દુઃખી છીએ. અમને આ દુઃખદના સમયમાંથી બહાર આવવાની શક્તિ આપો. તમામ સરકાર અને વહીવટમાં વિશ્વાસ રાખો. અમને વિશ્વાસ છે કે જે બદમાશો છે તેમને બક્ષવામાં આવશે નહીં. અમારી સમિતિ મૃતકોના પરિવારજનો અને ઘાયલોને મદદ કરશે. હાથરસ અકસ્માતના મુખ્ય આરોપી અને સેવાદાર દેવ પ્રકાશ મધુકરની ધરપકડ બાદ ભોલે બાબાનું આ નિવેદન સામે આવ્યું છે. શુક્રવારે મોડી રાત્રે હાથરસ સત્સંગના મુખ્ય આયોજક દેવ પ્રકાશે દિલ્હીની એક હોસ્પિટલમાં પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. ભોલે બાબાના વકીલ એપી સિંહે કહ્યું કે, દેવ પ્રકાશ હાર્ટ પેશન્ટ છે. તબિયત સારી ન હતી. યુપી પોલીસે તેના પર એક લાખનું ઈનામ જાહેર કર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.