કોણ છે ભોલે બાબા સાથે હંમેશાં જોવા મળતી આ મહિલા?:હંમેશાં મૌન રહે છે, સેવાદારો માતાજી, માતેશ્વરી, જગત જનની...જેવા નામે બોલાવે; 56 વર્ષ જૂનો છે બાબા સાથેનો સંબંધ - At This Time

કોણ છે ભોલે બાબા સાથે હંમેશાં જોવા મળતી આ મહિલા?:હંમેશાં મૌન રહે છે, સેવાદારો માતાજી, માતેશ્વરી, જગત જનની…જેવા નામે બોલાવે; 56 વર્ષ જૂનો છે બાબા સાથેનો સંબંધ


હાથરસમાં સત્સંગ દરમિયાન નાસભાગમાં 123 લોકોનાં મોત બાદ સૂરજપાલ સિંહ જાટવ ઉર્ફે ભોલે બાબા ચર્ચામાં છે. જે તસવીરો સામે આવી છે તેમાં એક મહિલા હંમેશાં ભોલે બાબા સાથે જોવા મળે છે. તે એક પણ શબ્દ બોલતી નથી, પરંતુ સિંહાસન પર બાબાની બાજુમાં બેસે છે. તેના અનુયાયીઓ માતાજી, માતેશ્વરી, જગત જનની...જેવાં અનેક નામોથી બોલાવે છે. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે તે ભોલે બાબાની મામી છે. કેટલાક અહેવાલો અનુસાર બાબાની પ્રથમ પત્નીનું અવસાન થયું હતું. તેમની પત્ની કટોરા દેવી હતી. ભાસ્કરની ટીમ માતાજીની હકીકત જાણવા માટે એટાના જૈથરા વિસ્તારમાં પહોંચી. આ ગામ સામે ભોલે બાબા સાથે રહેતી મહિલાનો સંબંધ છે. મહિલાનો બાબા સાથે શું સંબંધ છે? ગામમાં મહિલાના પરિવારમાં કોણ-કોણ છે? ક્રમશઃ વાંચો આખી કહાની... ભોલે બાબાનો ઉલ્લેખ કર્યો, લોકો કશું જ બોલ્યા વિના આગળ વધ્યા
એટામાં દરિયાગંજ રેલવે સ્ટેશનની એકદમ સામે એક રસ્તો જૈથરા જાય છે. આ રસ્તા પર લગભગ 8 કિલોમીટર ચાલીને ગુહટિયા ખુર્દ ગામ છે. રસ્તામાં અનેક લોકો મળ્યા, તેમને રોકીને જ્યારે બાબા ઉર્ફે સૂરજપાલનો ઉલ્લેખ કર્યો તો કોઈએ કશું જ કહ્યું નહીં. તેઓ ચૂપચાપ આગળ વધવા લાગ્યા. અહીંના ખરબચડા રસ્તાથી થઈને અમે ગામ પહોંચ્યા તો ત્યાં સન્નાટો હતો. મિશ્રિત જાતિના આ ગામના એક ભાગમાં જાટવ સમાજના લોકો રહે છે. ગામના લોકો ભોલે બાબા અને તે મહિલા વિશે કશું જ સાંભળવા કે બોલવા ઇચ્છતા નહોતા. ગામના વડાને મળ્યા તો હકીકત સામે આવી
અમે ગામના વડા શ્યામ પાલ સિંહને મળવા પંચાયત ઘર પહોંચ્યા. અહીં તેઓ 2-3 લોકો સાથે બેઠા હતા. અમે તેમને પૂછ્યું- શું આ જ ભોલે બાબાનું સાસરું છે. જવાબ મળ્યો- હા, બિલકુલ. શું કામ છે? ગામના વડાએ જવાબ આપ્યો તો અમે ભોલે બાબાના લગ્નની કહાની સાંભળવા માટે ત્યાં જ બેસી ગયા. અમે પૂછ્યું- ભોલે બાબાના લગ્ન ક્યાં થયા હતા. જવાબમાં વડા શ્યામ પ્રધાન સિંહે કહ્યું- તમને જે સૂરજપાલ સાથે બેઠેલી જોવા મળે છે, તે કોઈ અન્ય નહીં પરંતુ તેમની પત્ની પ્રેમવતી છે. સૂરજપાલના લગ્ન લગભગ 55-56 વર્ષ પહેલાં પ્રેમવતી સાથે થયા હતા. ત્યાર બાદ તેમની કિસ્મત બદલાઈ ગઈ. લગ્ન પછી સૂરજપાલ અહીં ગામમાં આવતો-જતો હતો. લગ્નના 5 વર્ષ પછી પોલીસમાં નોકરી લાગી ગઈ. તે પછી પણ આવતો-જતો હતો. ગામના દુર્ગવિજયે કહ્યું- પોલીસ નહોતી, લાખો લોકો પહોંચી ગયા
વડાની વાત ખતમ થઈ તો પાસે બેઠેલા દુર્ગવિજય સિંહ બોલી પડ્યા. તે શાસન અને પ્રશાસનની કાર્યવાહીથી પણ નાખુશ જોવા મળ્યા. તેમણે કહ્યું- લાખો લોકો સત્સંગમાં પહોંચી ગયા. પોલીસ હતી જ નહીં. બાબાની વિરુદ્ધ અત્યાર સુધી FIR નોંધવામાં આવી નથી. એવું તો શું છે, કઇંક ને કઇંક તો હશે જ. પ્રેમવતીના ભાઈ મેવારામ ગામમાં જ રહે છે
હવે અમે વડા શ્યામ પાલને પૂછ્યું કે ભોલે બાબાના સાસરિયામાં પરિવારમાં અન્ય કોણ-કોણ સભ્ય છે. તેમણે જણાવ્યું- પ્રેમવતીના એક ભાઈ છે મેવારામ. મેવારામને બધા નેતાજીના નામથી ઓળખે છે. તેમની 5 દીકરી અને 3 દીકરા છે. મેવારામનો કેરીનો બગીચો છે અને તેઓ ખેતી કરે છે. ભોલે બાબાના સાળાએ કહ્યું- લગ્ન 1968માં થયા હતા
અમને કહેવામાં આવ્યું કે મેવારામ આ સમયે ગામમાં નથી. ગામના 10-15 લોકો સાથે વાત કર્યા બાદ મેવારામનો મોબાઈલ નંબર મળ્યો હતો. મેં ફોન ડાયલ કર્યો તો તેમણે તરત જ ઉપાડ્યો નહીં. ફરી ફોન કરતાં તેમણે ફોન ઉપાડ્યો. તેમણે કહ્યું કે મારી બહેનના લગ્ન 1968માં થયા હતા. પરિવાર સાથે મળવાનું વધારે થતું નહીં. આ પછી જ્યારે તેમણે ભોલે બાબા અને બહેન સાથે મુલાકાત વિશે જણાવ્યું. ત્યારે તેમની જીભ લથડી અને ફોન કટ કરી દીધો. તે પછી તેમણે ફોન ઉપાડ્યો જ નહીં. બાબાએ લગ્ન કર્યા ત્યારે તેમની ઉંમર 17 વર્ષની હશે
ભોલે બાબાની ઉંમર 73 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે. પ્રેમવતીના ભાઈ મેવાલાલે 1965માં લગ્નની વાત કરી હતી. આ મુજબ જ્યારે ભોલે બાબાના લગ્ન થયા ત્યારે તેમની ઉંમર 17 વર્ષની આસપાસ હશે. સેવાદારોની ગાડીઓ પાકની લણણી કરવા આવે છે
મેવારામ સાથે અધૂરી વાતચીત થઈ. વધારે માહિતી મેળવવા માટે અમે ફરી એકવાર ગામની અંદર પહોંચ્યા. ત્યાં ગામના લોકો સાથે વાત કરવાની કોશિશ કરી. પરંતુ કોઈ વાત કરવા માટે તૈયાર જ નહોતું. ગામમાંથી બહાર આવ્યા તો એક ગામના વ્યક્તિએ પોતાની ઓળખ જણાવ્યા વિના કહ્યું- જ્યારે પાકની લણણી થાય છે ત્યારે બાબાના સેવાદારોની ગાડીઓ આવે છે. તેઓ પાક લઇને જતા રહે છે. તેમણે જણાવ્યું કે મેવારામની પહેલી પત્નીનું મોત થયું હતું તો પ્રેમવતીને ત્યાંથી જ ભોજન બનીને આવ્યું હતું. હવે જાણો ભોલે બાબાના પરિવાર વિશે
સૂરજપાલ કાસગંજના પટિયાલી તહસીલના બહાદુર નગર ગામનો રહેવાસી છે. ભોલે બાબા ઉર્ફે સૂરજપાલ ત્રણ ભાઈઓ હતા. સૌથી મોટો સૂરજપાલ છે. બીજા નંબરે ભગવાન દાસ હતા, જેમનું મૃત્યુ થયું છે અને ત્રીજા નંબર પર રાકેશ કુમાર છે. રાકેશ કુમારનો પરિવાર ગામમાં જ રહે છે. રાકેશ કુમાર નાના સામાન્ય ઘરમાં રહે છે. 2 જુલાઈ પહેલાં આ જગ્યા વિશે કોઈને ખબર પણ નહોતી. આ રસ્તો કોઈ જાણતું ન હતું. આજે રાકેશ કુમારના ઘર પાસે લોકો આવતા-જતા રહે છે. બાબાનો પહેલો આશ્રમ આ ગામમાં છે. પરંતુ, બાબાને તેમના પરિવાર સાથે કોઈ સંબંધ નથી. આ ગામના આશ્રમમાં બાબા બહુ ઓછા આવ્યા છે. મુખ્ય સેવાદારને જેલમાં ધકેલવામાં આવ્યો
2 જુલાઈએ હાથરસના સિકંદરરાઉના ફૂલરાઈ ગામમાં ભોલે બાબાનો મેળાવડો હતો. બપોરનો સત્સંગ પૂરો થયા બાદ જ્યારે બાબા સ્થળ છોડી ગયા ત્યારે તેમના પગની ધૂળ લેવા માટે મહિલાઓ એકઠી થઈ હતી. જ્યારે સેવાકર્મીઓએ વોટર કેનનથી પાણીનો મારો ચલાવ્યો ત્યારે મહિલાઓ નીચે પડી ત્યારબાદ ધક્કામુક્કી અને નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 123 લોકોનાં મોત થયા હતા. તેમાંથી 113 મહિલાઓ અને 7 બાળકો હતાં. ઘટના બાદથી બાબા ફરાર છે. હાથરસ પોલીસે મુખ્ય સેવાદાર અને ઈવેન્ટ ઓર્ગેનાઈઝર દેવ પ્રકાશ મધુકરની ધરપકડ કરી હતી. તેમને 14 દિવસ માટે અલીગઢ જેલમાં મોકલવામાં આવ્યા હતા. હાથરસ પોલીસે અત્યાર સુધીમાં 9 આરોપીઓની ધરપકડ કરી છે. બાબાનો પહેલો વીડિયો શનિવારે સવારે સામે આવ્યો હતો. આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે અરાજકતાવાદી તત્ત્વોએ કાવતરું ઘડ્યું છે. કાવતરાખોરોને બક્ષવામાં આવશે નહીં. તેમણે એપી સિંહને પોતાના વકીલ તરીકે નિયુક્ત કર્યા છે. હાથરસ નાસભાગની ત્રણ સ્તરે તપાસ કરવામાં આવી રહી છે. એસડીએમએ પોતાનો રિપોર્ટ પ્રશાસનને સોંપી દીધો છે. SIT અને ન્યાયિક પંચ દ્વારા તપાસ ચાલુ છે. પંચના અધ્યક્ષ, અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ બ્રિજેશ કુમાર શ્રીવાસ્તવે રવિવારે અકસ્માત સ્થળની સમીક્ષા કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.