હરિયાણાના CM 17 ઓક્ટોબરે શપથ લેશે:ત્રીજી વખત તારીખ બદલાઈ, PM મોદી હાજરી આપશે; 13 મંત્રીઓ શપથ લઈ શકે છે
હરિયાણાના સીએમનો શપથ ગ્રહણ સમારોહ હવે 17 ઓક્ટોબરે યોજાશે. આ ત્રીજી વખત છે જ્યારે રાજ્યના CMના શપથ ગ્રહણ સમારોહની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 12મી અને 15મી ઓક્ટોબરની તારીખો નક્કી કરવામાં આવી હતી. શુક્રવારે સાંજે કેન્દ્રીય નેતૃત્વએ કાર્યકારી મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને દિલ્હી બોલાવ્યા હતા. અહીં સૈની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. જ્યાં મોડી રાત સુધી બેઠક ચાલી હતી, જેમાં શપથ ગ્રહણ સમારોહ અને સૌની કેબિનેટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અમિત શાહ અને રાજનાથ સિંહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સમારોહમાં હાજરી આપશે. જેમાં નાયબ સૈની સાથે અનિલ વિજ, કૃષ્ણ મિદ્ધા, કૃષ્ણ લાલ પંવાર, અરવિંદ શર્મા, મહિપાલ ધંડા, લક્ષ્મણ યાદવ, મૂળચંદ શર્મા, રાવ નરબીર, સુનીલ સાંગવાન, વિપુલ ગોયલ, તેજપાલ તંવર, શ્રુતિ ચૌધરી અને બિમલા ચૌધરી શપથ લઈ શકે છે. CMનો શપથ ગ્રહણ પંચકુલાના પરેડ ગ્રાઉન્ડમાં યોજાશે
શપથગ્રહણ સમારોહ પંચકુલાના સેક્ટર 5 ખાતેના પરેડ ગ્રાઉન્ડમાં યોજાશે. અહીં તૈયારીઓ ચાલી રહી છે. સ્ટેજ બનાવવામાં આવી રહ્યું છે. રસ્તાઓની સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં 50 હજાર લોકો આવવાની આશા છે. 11 ઓક્ટોબરના રોજ પૂર્વ સાંસદ સંજય ભાટિયા અને ADGP આલોક મિત્તલે પરેડ ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓની સમીક્ષા કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.