ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક થઈ શકે એવું એક મુખ્યમંત્રીનું નિવેદન - At This Time

ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક થઈ શકે એવું એક મુખ્યમંત્રીનું નિવેદન


નવી દિલ્હી, તા. 26 જુલાઈ 2022, મંગળવારહરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે સોમવારે કહ્યું હતું કે, પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીના એકીકરણનની જેમ બાંગ્લાદેશ અને પાકિસ્તાનનું ભારતમાં વિલીનીકરણ શક્ય છે. મનોહર લાલ ખટ્ટરે કહ્યું હતું કે, જ્યારે પૂર્વ અને પશ્ચિમ એક થઈ શકે છે તો ભારતની સાથે પાકિસ્તાન અને બાંગ્લાદેશનું વિલીનીકરણ પણ શક્ય બની શકે છે. તે થોડા સમય પહેલા નહીં પરંતુ 1991માં થયું હતું અને લોકોએ તે (બર્લિન) દિવાલ તોડી હતી.ખટ્ટરે 1947માં દેશના વિભાજનને 'પીડાદાયક' ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'લઘુમતી સમુદાયોના લોકોને 'લઘુમતી'નો ટેગ આપવામાં આવ્યો છે જેથી તેઓ ભય અને અસુરક્ષાની ભાવના કેળવે નહીં. હરિયાણાના મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત પોતાના પડોશી દેશો સાથે સારા સંબંધો ઈચ્છે છે. તેમણે આ વાત સોમવારે ગુરૂગ્રામમાં ભાજપના રાષ્ટ્રીય લઘુમતી મોરચાના ત્રણ દિવસીય તાલીમ શિબિરનું ઉદ્ઘાટન કરતા કહી હતી.તો બીજી તરફ મનોહર લાલ ખટ્ટરે કોંગ્રેસ પર નિશાન સાધતા આરોપ લગાવ્યા હતા કે, મહાગઠબંધન સંઘનો ડર બતાવીને લઘુમતીઓમાં અસુરક્ષાની લાગણી પેદા કરે છે. તેમણે કહ્યું હતું કે, પાર્ટીએ આઝાદી બાદથી લઘુમતીઓનો વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે.તમને જણાવી દઈએ કે, મનોહર લાલ ખટ્ટર હરિયાણાના 10મા અને વર્તમાન મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા પહેલા તેઓ RSSના પૂર્વ પ્રચારક હતા. તેઓ હરિયાણા વિધાનસભામાં કરનાલ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.