36મી નેશનલ ગેમ્સની હેન્ડબોલ સ્પર્ધાઓ વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાશે - At This Time

36મી નેશનલ ગેમ્સની હેન્ડબોલ સ્પર્ધાઓ વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાશે


- વડોદરાના રમતપ્રેમીઓને દેશના ટોચના હેન્ડબોલ ખેલાડીઓની રમત જોવા મળશેવડોદરા,તા.26 જુલાઈ 2022,મંગળવારગુજરાતે પહેલીવાર 36મી નેશનલ ગેમ્સનું આયોજન કર્યું છે. જેમાં દેશના 36 રાજ્યો અને સંઘ પ્રદેશોના ખેલાડીઓ વિવિધ 36 રમતોમાં રાષ્ટ્રીય વિજેતા બનવા રમશે. આ પૈકી હેન્ડબોલની સ્પર્ધાઓ વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં યોજાવાની છે. દેશના ટોચના હેન્ડબોલ પ્લેયર્સની રમત શહેરના રમતપ્રેમીઓને માણવા મળશે. શહેરની એક સ્કૂલના ખેલ પ્રશિક્ષક હેન્ડબોલના ખેલાડી તરીકે 18 થી વધુ નેશનલ સ્પર્ધાઓ રમી ચૂક્યા છે. તેઓ કહે છે કે વડોદરાની રમત સંસ્થાઓ અને શાળાઓમાં આ રમત હજુ એટલી બધી લોકપ્રિય બની નથી.પરંતુ વડોદરામાં આ રમતના 5 થી વધુ પૂર્વ નેશનલ મહિલા પ્લેયર સહિત 15 જેટલા પુરુષ અને મહિલા ખેલાડીઓ છે. શહેરની જૂજ શાળાઓ પાસે આ રમતના કોર્ટ છે. જો કે નેશનલ ગેમ્સની સ્પર્ધાઓ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાવાની છે. તેઓ જણાવે છે કે 1970 પછી દેશમાં હેન્ડબોલ રમાવાની શરૂઆત થયા બાદ તેનો સમાવેશ આમ તો ઓલિમ્પિકમાં પણ થયો છે. આ રમતની શરૂઆત મેદાની રમત તરીકે થઈ અને હવે તે ઇન્ડોર ગેમ તરીકે પણ રમાય છે. રાજ્યના ખેલ મહાકુંભમાં પણ હેન્ડબોલ રમાય છે અને  જિલ્લા રમત શાળાઓના કોચિંગમાં પણ આ રમતનો સમાવેશ થયો છે. હેન્ડબોલની પ્રત્યેક ટીમમાં એક ગોલકિપર અને 6 ક્ષેત્ર રક્ષકો સહિત કુલ 7 ખેલાડીઓ હોય છે. બે ટીમો વચ્ચે આ રમત રમાય છે અને 30/30 મિનિટના બે સેશનમાં વધુ ગોલ કરનારી ટીમ વિજેતા બને છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.