જિલ્લામાં 24 કલાકમાં અડધાથી અઢી ઈંચ વરસાદ - At This Time

જિલ્લામાં 24 કલાકમાં અડધાથી અઢી ઈંચ વરસાદ


- બે દિવસના વિરામબાદ ઝાલાવાડ પંથકમાં વરસાદી માહોલ - ચોટીલા તાલુકામાં સૌથી વધુ 63 મી.મી તેમજ ધ્રાંગધ્રા અને વઢવાણમાં માત્ર બે-બે મી.મી વરસાદ નોંધાયોસુરેન્દ્રનગર : ઝાલાવાડ પંથકમાં બે દિવસમાં વિરામબાદ ફરી મેઘાવી માહોલ જામ્યો છે. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં અડધાથી અઢી ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું ફ્લડ કન્ટ્રોલરુમ દ્વારા જણાવાયુ છે. સૌથી વધુ ચોટીલા તાલુકામાં ૬૩ મી.મી વરસાદ પડયો હતો.સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં અડધાથી અઢી ઈંચ જેઠલો વરસાદ થયો છે. તેમાં ચોટીલા પંથકમાં સોમવારે સાંજે ૬ થી૧૦ વાગ્યા દરમિયાન ધોધમાર અઢી ઈંચ (૬૩ મી.મી) વરસાદ પડયો હતો. જ્યારે મંગળવારે ઝરમરિયો વરસાદ ચાલુ રહ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં ચોટીલા તાલુકામાં ૬૩મી.મી, ચુડા તાલુકામાં ૧૨મી.મી, થાનગઢ તાલુકામાં ૧૧મી.મી, દસાડા તાલુકામાં-૪ મી.મી, ધ્રાંગધ્રા તાલુકામાં-૨ મી.મી, મુળી તાલુકામાં ૧૪ મી.મી, લખતર તાલુકામાં ૩ મી.મી, લીંબડી તાલુકામાં ૧૩ મી.મી, વઢવાણ તાલુકામાં ૨ મી.મી અને સાયલા તાલુકામાં ૧૦મી.મી વરસાદ નોંધાયો છે. ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં જિલ્લામાં કુલ ૪૦.૦૫ ટકા વરસાદ પડી ચુકયો છે. તેમાં જિલ્લામાં સૌથી વધુ ચોટીલા તાલુકામા ૩૪૫ મી.મી, ત્યાર બાદ ચુડા તાલુકામાં ૩૩૧મી.મી અને સૌથી ઓછો ધ્રાંગધ્રા તાલુકામાં ૧૫૨ મી.મી થઇ ચૂક્યો છે. સુરેન્દ્નગર શહેરમાં બપોર પછી વાતાવરણમાં પલ્ટો આવતા રસ્તા ભીના થાય તેવો ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. હાલમાં પણ વાદળો ઘેરાયેલા છે અને વરસાદી વાતાવરણ જામેલુ છે. તેના કારણે વાતાવરણમાં વ્યાપક ઠંડક પ્રસરી જવા પામી છે. આગામી બે દિવસમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. ક્યાં કેટલો વરસાદ (મી.મી)

ચુડા-૧૨

મુળી-૧૪

ચોટીલા-૬૩

લખતર-૩

થાનગઢ-૧૧

લીંબડી-૧૩

દસાડા-૪

વઢવાણ-૨

ધ્રાંગધ્રા-૨

સાયલા-૧૦

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.