એક દિવસના વિરામ બાદ માંડવીમાં અડધો ઈંચ તેમજ અન્યત્ર ઝાપટા - At This Time

એક દિવસના વિરામ બાદ માંડવીમાં અડધો ઈંચ તેમજ અન્યત્ર ઝાપટા


ભુજ,ગુરૃવારગુરુપુર્ણિમાના દિવસે મેઘરાજાએ વિરામ રાખ્યા બાદ માંડવીમાં અડાધો ઈંચ તેમજ ગાંધીધામ, અંજાર, ભચાઉ, રાપરમાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા. હવામાન વિભાગ દ્વારા હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. જિલ્લામાં ધૂપ છાંવની સિૃથતિ વચ્ચે અસહ્ય બફારો અને ઉકળાટ વાતાવરણમાં અનુભવાયો હતો. રાપર, ભચાઉ તાલુકાને બાદ કરતા સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી છે.અષાઢના પથમ પખવાડિયામાં જ મેઘરાજા મન મુકીને વરસતા અનેક નાના-મોટા તળાવ, ડેમો ઓગની ગયા છે. ગઈકાલે એક દિવસના વિરામ બાદ માંડવીમાં સવારે મેઘરાજાની ફરી પધામણી થઈ હતી. ઝાપટાં વરસ્યા હતા. જિલ્લા કન્ટ્રોલ રૃમમાં સાંજના છ વાગ્યા સુાધીમાં ૧૪ મીમી નોંધાયો હતો. અડાધો ઈંચ પાણી વરસતા માર્ગો પરાથી પાણી વહી નીકળ્યા હતા. તાલુકાના દુર્ગાપુર, ભારાપર, કોડાય, રાયણ, જખણીયા વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. ગાંધીધામ, અંજાર, ભચાઉમાં હળવા ઝાપટા વરસ્યા હતા. માર્ગો ભીના થયા હતા.વાગડ વિસ્તારમાં મુખ્ય માથક રાપર શહેરમાં ગઈકાલાથી વરસાદી વાતાવરણ સર્જાયું છે. ગત રાત્રિના બે વાગ્યા બાદ ધીમી ધારે ઝરમરિયો વરસાદ પડયો હતો. જેના લીધે શહેરના માર્ગો ભીના થઈ ગયા હતા. વાગડવાસીઓ આકાશ ભરી મીટ માંડી વરસાદની રાહ જોઈ રહ્યા છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ઝાપટા વરસ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.