વડનગર એસ ટી ડેપો ખાતે નેશનલ રોડ સેફ્ટી મંથ અન્વયે સેમિનાર યોજાયો
વડનગર એસ ટી ડેપો ખાતે નેશનલ રોડ સેફ્ટી મંથ અન્વયે સેમિનાર યોજાયો
આજ રોજ તારીખ 9=1=2025 ને ગુરુવારે બપોરે 12=00 કલાકે વડનગર ડેપોના રેસ્ટરૂમ માં
"નેશનલ રોડ સેફ્ટી મંથ - 2025"
અન્વયે સેમિનાર યોજાયો. આ સેમિનારમાં મહેસાણા આર. ટી. ઓ. ઇન્સ્પેક્ટર શ્રી દર્શકભાઈ ચૌધરી ઉપસ્થિત રહી, સહુ ને માર્ગ સલામતી માટે ઉપયોગી સૂચનો, જેવાકે "અકસ્માત નિવારણ, વાહન સાચવણી, વ્યસનમુક્તિ, રોડ અને આરટીઓ નાં નિયમો નું પાલન કરવું, અને જાહેર પરિવહન માટે શિષ્ટાચાર, જેવી બાબતો અંગે ખૂબ ઊંડાણ પૂર્વક સમજ આપી. સાથે સાથે પી.પી.પી. પ્રેઝન્ટેશન વડે વિડિયો ક્લિપ રજૂ કરી સહુને જીવંત માર્ગદર્શન આપ્યું.
માનનીય ડેપો મેનેજર સાહેબ શ્રીના સહયોગ થી યોજાયેલ સેમિનાર નો ડેપોના તમામ કર્મચારી મિત્રો એ ઉત્સાહથી ભાગ લીધો.
વડનગર ડેપો તરફથી આર.ટી. ઓ. મહેસાણાથી આવેલ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.