કાલીયાકુવા -ગાંધીનગર એસ.ટી. બસ બંધ કરાતા હાલાકી.
કાલીયાકુવા ગાંધીનગર બસ છેલ્લાં એક માસથી અગમ્ય કારણોસર પ્રાંતિજ ડેપો દ્વારા આ બસ બંધ કરાતા આ બસમાં મુસાફરી કરતા અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓ સહિત રોજિંદા મુસાફરોમાં નારાજગી જોવા મળી રહી છે. એક માત્ર બસ એસ.ટી. નિગમ દ્વારા એકાએક બંધ કરી દેવાતા મુસાફરો તેમજ આ બસમાં વર્ષોથી મુસાફરી કરતા અને સરકારી પાસ ધરાવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કાલીયાકુવા થી ગાંધીનગર જતી બસ વચ્ચે આવતા અંતરિયાળ ગામોમાંથી પસાર થતી આ બસમાં એસ.ટી. નિગમને ભરપૂર આવક થતી હોવા છતાં પણ આ બસ કયા કારણોસર બંધ કરવામાં આવી તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વિદ્યાર્થીઓને શિક્ષણલક્ષી આ બસ ખુબ જ ઉપયોગી થતી હોય આ બસને ફરીથી રાબેતા મુજબ ચાલુ કરવા વિદ્યાર્થીઓ તેમજ રોજીંદા મુસાફરો અને ગુજરાત વાલ્મિકી સંઘ દ્વારા સાત દિવસમાં બસ ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે માલપુર એસ ટી. ડેપો ખાતે આવેદનપત્ર પણ પાઠવામાં આવ્યું હતું. સાત દિવસમાં બસ શરૂ કરવામાં નહીં આવે તો માલપુર એસ.ટી બસ્ટેન્ડ ખાતે ગુજરાત વાલ્મિકી સંઘ દ્રારા ધરણા કરવાની ચીમકી ઉપચારવામાં આવી છે.
બાઈટ: લાલજી ભગત.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.