વાલિયા ના ત્રણ ગામો માં પ્રાથમિક શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો =માર્ગ મકાન ,વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી ની અધ્યક્ષતા હેઠળ પ્રવેશ ઉત્સવ યોજાયો =ત્રણેય ગામો ની પ્રાથમિક શાળા માં 94 બાળકો ને પ્રવેશ અપાયો - At This Time

વાલિયા ના ત્રણ ગામો માં પ્રાથમિક શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો =માર્ગ મકાન ,વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી ની અધ્યક્ષતા હેઠળ પ્રવેશ ઉત્સવ યોજાયો =ત્રણેય ગામો ની પ્રાથમિક શાળા માં 94 બાળકો ને પ્રવેશ અપાયો


વાલિયા ના ત્રણ ગામો માં પ્રાથમિક શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો
=માર્ગ મકાન ,વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી ની અધ્યક્ષતા હેઠળ પ્રવેશ ઉત્સવ યોજાયો
=ત્રણેય ગામો ની પ્રાથમિક શાળા માં 94 બાળકો ને પ્રવેશ અપાયો

અંકલેશ્વર

 રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ શાળા પ્રવેશોત્સવ માં વાલિયા તાલુકા ના ડુંગરી ,સિલુડી અને કોંઢ ગામની પ્રાથમિક શાળા માં રાજ્ય સરકાર ના માર્ગ મકાન ,વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી ની અધ્યક્ષતા  હેઠળ  ત્રણેય ગામના  ધોરણ 1 ના  94 બાળકો ને પ્રવેશ અપાયો હતો !.
:
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની પ્રેરણાથી વર્ષ 2003 થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા માં પ્રવેશ પાત્ર બાળકોનું નામાંકન વધારવા શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવ ની 17મી  શૃંખલાનો   25 જૂન 2022 સુધી પ્રારંભ કરાયો છે જે અંતર્ગત રાજ્ય સરકાર ના માર્ગ મકાન ,વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી ની અધ્યક્ષતા હેઠળ વાલિયા તાલુકા ના ડુંગરી ,સિલુડી અને કોંઢ ગામની પ્રાથમિક શાળા ખાતે  ધોરણ એક ના બાળકો ને  સ્કૂલબેગ સહિત  પાઠ્યપુસ્તક  નું વિતરણ કરી પ્રવેશ અપાયો હતો ત્રણ ગામના .પ્રવેશોત્સવ માં ડુંગરી ગામની શાળા માં 20 ,સિલુડી ગામની શાળા માં 29 અને કોંઢ ગામની શાળા માં 45 બાળકો ને  પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારે બાળકો  માં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો  હતો !આ પ્રસંગે વાલિયા  તાલુકા પંચાયત ના પ્રમખ ,પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ બળવંતસિંહ ગોહિલ ,કોંઢ ગામના સરપંચ  અર્ચનાબેન વસાવા ,ડેપ્યુટી સરપંચ રિઝવાન લીંબડા સહીત ના અધિકારીઓ , શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.