સરકારી પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવી સાત કોઠા વીંધવા મજબૂર વાલી ઓ શિષ્યવૃત્તિ ની પ્રોસેસ માં ગ્રાઉન્ડ પૂરવા અપડેટ કરે ત્યાં નાણાં સમાપ્ત  શિષ્યવૃત્તિ આપવી જ હોય તો ફોર્મેટ નાનું રાખો - At This Time

સરકારી પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવી સાત કોઠા વીંધવા મજબૂર વાલી ઓ શિષ્યવૃત્તિ ની પ્રોસેસ માં ગ્રાઉન્ડ પૂરવા અપડેટ કરે ત્યાં નાણાં સમાપ્ત  શિષ્યવૃત્તિ આપવી જ હોય તો ફોર્મેટ નાનું રાખો


સરકારી પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવી સાત કોઠા વીંધવા મજબૂર વાલી ઓ

શિષ્યવૃત્તિ ની પ્રોસેસ માં ગ્રાઉન્ડ પૂરવા અપડેટ કરે ત્યાં નાણાં સમાપ્ત 

શિષ્યવૃત્તિ આપવી જ હોય તો ફોર્મેટ નાનું રાખો 

દામનગર લાઠી તાલુકા માં અનેક વિદ્યાર્થી પરિવાર નાં રેશન કાર્ડ માં ઓન લાઇન જોતા વાલી ને બાદ કરતા વિદ્યાર્થી ઓની અટક બીજી દર્શાવે છે તેથી ઓન લાઈન દરખાસ્ત અપડેટ થતી ન હોવા ની ફરિયાદો ધણા સમય થી આધાર કાર્ડ સુધારા વધારા ની સીસ્ટમ બંધ છે હેરાન પરેશાન પરિવારે જાય તો જાય ક્યાં ? સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ઓને ધો.૧ થી ૫ નાં વિદ્યાર્થીઓને ૧૬૫૦ રૂપિયા અને ધો.૬ થી ૮ નાં વિદ્યાર્થી ઓને ૧૯૫૦ રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે જેની ડીજીટલ ગુજરાત પોર્ટલ પર દરખાસ્ત કરવાની હોય છે એ દરખાસ્ત કરવા માટે સૌથી પહેલાં વિદ્યાર્થીનું બેંક ખાતું હોવું જોઈએ બેંક ખાતું ખોલવા માટે આધારકાર્ડ હોવું ફરજીયાત છે. વિદ્યાર્થી અને અને વાલી આધારકાર્ડ કઢાવવા માટે ધક્કા ખાધા પછી લાઈનમાં ઉભા રહ્યાં બાદ મહા મુસીબતે આધારકાર્ડ કઢાવે છે ત્યારબાદ ખાતું ખોલવા માટે બેંકોનાં ધક્કા ખાય છે અને બેંક બાળકનું ખોલી આપતી નથી. ઘણાં બધાં પ્રયત્નો પછી વિદ્યાર્થી મિનિમમ રકમ બેંકમાં ડિપોઝીટ રાખે ત્યારે ખાતું ખોલી આપે શાળા કક્ષાએ ડીજીટલ પોર્ટલમાં દરખાસ્ત કરવા આવકનો દાખલો કઢાવવાનો જાતિનો દાખલો કઢાવવાનો ત્યારબાદ શાળાનાં આચાર્ય દરખાસ્ત કરે જેમાં વિદ્યાર્થી નું ધોરણ, પૂરું નામ, માતાનું નામ જન્મ તારીખ, જિલ્લો, તાલુકો, વસાહત, ઘરનું સરનામું, પીનકોડ ખોડખાંપણ, કુંટુંબની આવક વાલીનો મોબાઈલ નંબર, વિદ્યાર્થીનાં ટકા, હાજર દિવસ, બીપીએલ નંબર, વિદ્યાર્થીનું આધાર સ્ટેટ, આધાર નંબર રેશનકાર્ડ નંબર, આધાર બેંક ડિટેઈલ IFSC કોડ, બેંક એકાઉન્ટ નંબર વગેરે વિગતો અપલોડ કરવાની થાય છે જો આધારકાર્ડ અપડેટ હોય, રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક હોય તો અને તો જ દરખાસ્ત સબમિટ થાય છે નહીંતર થતી નથી. ગુજરાત ડીજીટલ સાઈટ ખૂબજ ધીમી ચાલતી હોય વારંવાર એરર આવતી હોય, વહેલી સવારે જાગીને શિષ્યવૃત્તિ દરખાસ્ત કરીએ ત્યારે એક કલાકમાં માંડ ગણીગાંઠિ એન્ટ્રી થાય ખૂબજ જટિલ જેમાં PDS+એપ્લિકેશનમાં શિક્ષકો એપ ઓપન કરે એટલે વિદ્યાર્થીનાં કે વાલીનાં મોબાઈલમાં OTP આવે. OTP શિક્ષક વાલી પાસે માંગે, વાલી OTP આપે OTP જનરેટ કરે ત્યારે આધાર કેવાયસી કરે.સૂચનાઓ વાંચી, રેશનકાર્ડ નંબર દાખલ કરવા રેશનકાર્ડ દાખલ કરે એટલે ફરી પાછો વાલીનાં મોબાઈલ નંબરમાં OTP આવે. શિક્ષક OTP માંગે, OTP દાખલ કરવાનો ત્યારબાદ બાકી હોય એનાં નામ પર ટીક કરીને ફોટો કેપ્ચર કરવાનો, ફોટો કેપ્ચર કરવા ફરી પાછો OTP આવે એ OTP વાલી પાસે માંગીને અપલોડ કરવો પડે, ત્યારબાદ ફોટો કેપ્ચર કરવામાં પણ સમય લાગે છે. ફોટો કેપ્ચર થયા બાદ વિદ્યાર્થીની આધાર ડિટેઈલ ખુલે એમાં ટીક કરી સબમિટ ફોર એપૂવલ આપીએ ત્યારે e-kyc પૂરું થાય અને ત્યારબાદ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિની દરખાસ્ત સબમિટ થાય. આટલી બધી પ્રક્રિયા વાલીઓ પોતાના કામનાં ભોગે, મજૂરીનાં ભોગે કરવી પડતી હોય, ઘણાં બધાં વાલીઓ કંટાળીને કહે છે કે રહેવા દો સાહેબ મારે શિષ્યવૃત્તિ નથી જોઈતી. આમ, માત્ર ૧૬૫૦ રૂપિયા જેટલી નજીવી શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરવા સાત કોઠા વીંધવા જેવું કામ કરવું પડતું હોય છે.બધેથી એવો સૂર ઉઠ્યો છે કે જો ખરેખર સરકારને શિષ્યવૃત્તિ આપવી જ હોય અને એ માટેની પ્રક્રિયા સરળ કરવી હોય તો આટલું નાનું ફોર્મેટ જ રાખવું જોઈએ. ક્રમ, વિદ્યાર્થીનું નામ, બેંક ખાતા નંબર, બેંક, IFSC કોડ, પચી જમા તેમાં હવે નવી એક સમસ્પયા નો ઉમેરો થયો ધણા વિદ્યાર્થી પરિવાર નાં રાશન કાર્ડ માં ઓન લાઈન નામો પાછળ અટક બીજી દેખાડે ત્યારે ભારે લાચાર વાલી એટલે રેશન કાર્ડ માં અટક ઓન લાઇન સુધારવા નિયત નમુના ફોર્મ માં અરજી કરે સુધારો કરે ત્યાં સુધી માં શિષ્યવૃત્તિ ઓ પ્રોસેસીંગ ખર્ચ માં જતા રહે છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.