પરિક્ષા: 16 જાન્યુ.થી લેવાશે ધો.12 સાયન્સની પ્રિલિમ પરિક્ષા
પરિક્ષા: 16 જાન્યુ.થી લેવાશે ધો.12 સાયન્સની પ્રિલિમ પરિક્ષા
લેવાયેલા એક મહત્વપૂર્ણ નિર્ણય મુજબ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રિલિમ પરીક્ષા તારીખ 16 નવેમ્બર થી 21 નવેમ્બર દરમિયાન લેવાની રહેશે જ્યારે અન્ય ધોરણ 9થી 12ની પ્રિલિમ અથવા દ્વિતીય પરીક્ષા બોર્ડના શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં જણાવ્યા મુજબ તારીખ 20 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી દરમિયાન યોજવાનું યથાવત રખાયું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25ના શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યા છે જેમાં જણાવ્યા મુજબ ધોરણ 9 થી 12ની પ્રિલિમ અથવા દ્વિતીય પરીક્ષા તારીખ 20 જાન્યુઆરીથી તા.28 જાન્યુઆરી દરમિયાન લેવામાં આવનારી હતી.
પરંતુ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ તેમજ અન્ય સંઘની રજૂઆતો મુજબ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા તારીખ 22 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન જેઇઇ મેઇનની પરીક્ષા યોજવાની હોવાથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રિલિમ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આ રજૂઆતને ધ્યાને લઈને હવે વિજ્ઞાન પ્રવાહની પ્રિલિમ પરીક્ષા તારીખ 16 જાન્યુઆરી જીપ 21 જાન્યુઆરી દરમિયાન લેવાની રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
