વીજચોરો સામે તંત્રની લાલ આંખ: બોટાદમાં પીજીવીસીએલના વ્યાપક દરોડા - At This Time

વીજચોરો સામે તંત્રની લાલ આંખ: બોટાદમાં પીજીવીસીએલના વ્યાપક દરોડા


(અસરફ જાંગડ દ્વારા)
વીજચોરો સામે વીજતંત્રે લાલ આંખ કરી છે. બોટાદ પીજીવીસીસેલ વર્તુળ કચેરી હેઠળ તા.૧૭.૦૯.૨૦૨૪થી તા. ૨૧.૦૯.૨૪ સુધી રોજ અધિક્ષક ઈજનેરના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં જુદી જુદી ડ્રાઈવ અંતર્ગત બોટાદ, બરવાળા, રાણપુર, પાળીયાદ, ગઢડા પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા ગામોમાં પોલીસ તેમજ એસઆરપી સાથે રાખીને ઘર વપરાશના કુલ ૯૨૪ વીજ જોડાણો ચેક કર્યા હતા, જેમાં ૧૭૧ જેટલા વીજ જોડાણોમાં ગેરરીતી માલુમ પડતા કુલ રૂ. ૪૨.૫ લાખનો દંડ ફટકાર્યો હતો.
વાણીજ્ય હેતુના તેમજ ઔદ્યોગિક હેતુના કુલ ૧૯૫ વીજ જોડાણો ચેક કરાયા, જેમાં ૧૧ જેટલા વીજ જોડાણોમાં ગેરરીતી માલુમ પડતા કુલ રૂ. ૩૫.૩૫ લાખનો દંડ ફટકારાયો હતો. આમ ૧૦૦ જેટલી વીજ ચેકિંગ ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ ૧,૧૩૪ જેટલા વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. તેમાંથી, કુલ ૧૮૫ જેટલા વીજ ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી અંદાજે રૂ.૮૦.૩૯ લાખની વીજચોરીનો દંડ ફટકારાયો છે. અધિક્ષક ઇજનેરએ બોટાદ જિલ્લાવાસીઓને વીજ ચોરી ન કરી રાષ્ટ્રના વિકાસમાં સહયોગ આપવા વિનંતી કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.