જસદણ ખાતે વિજ્ઞાન પ્રવાહની કોલેજના બાંધકામ માટે રૂ. ૨૨ કરોડની રકમ મંજુર, નવી શૈક્ષણીક નીતિ પ્રમાણે વર્ગખંડ પ્રયોગશાળા મહેકમ સહીતની સુવિધાઓ મળશે: બાવળીયા - At This Time

જસદણ ખાતે વિજ્ઞાન પ્રવાહની કોલેજના બાંધકામ માટે રૂ. ૨૨ કરોડની રકમ મંજુર, નવી શૈક્ષણીક નીતિ પ્રમાણે વર્ગખંડ પ્રયોગશાળા મહેકમ સહીતની સુવિધાઓ મળશે: બાવળીયા


(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
કોલેજનો લાભ જસદણ-વિંછીયા ઉપરાંત બોટાદ, બાબરા, ચોટીલા, ગોંડલ તાલુકાના વિધાર્થીઓને મળશે: મંત્રી કુંવરજીભાઈ

જસદણ અને વિંછીયા જેવા સામાજીક અને આર્થિક રીતે પછાત તાલુકાના વિધાર્થીઓને વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ માટે બહાર જવું ન પડે તેની ચિંતા કરી ધારાસભ્ય અને પાણી પુરવઠા અને જળસંપતિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શિક્ષણના સ્તરને ઉચું લાવવા વિજ્ઞાન પ્રવાહની કોલેજ મંજુર કરાવી છે રાજયના શિક્ષણ વિભાગે જસદણ ખાતે વિજ્ઞાન પ્રવાહની કોલેજ મંજુર થયા બાદ કોલેજને હંગામી ધોરણે મોડેલ સ્કુલમાં બેસાડવામાં આવે છે. કોલેજ માટે જમીન ફાળવવા મહેસુલ વિભાગને કરવામાં આવેલ દરખાસ્તને મંજુરી મળતા સને.૨૦૨૪/૨૫ ના વર્ષની નવીન મકાન બાંધકામ અને તેને આનુપાંગિક કામો બાબતની શિક્ષણ વિભાગે નવી રાષ્ટ્રિય શૈક્ષણીક નીતિ-૨૦૨૦ પ્રમાણે વર્ગખંડ, પ્રયોગશાળા સહીતના કામ માટે રૂા.રર.૦૦ કરોડની રકમ મંજુર કરવામાં આવી છે. આ કામગીરી થતાં જસદણ તથા વિંછીયા તાલુકા ઉપરાંત બોટાદ, બાબરા, ચોટીલા, ગોંડલ આજુબાજુના વિધાર્થીઓને કોલેજનો લાભ મળશે વિજ્ઞાન પ્રવાહની કોલેજ માટે શિક્ષણ વિભાગે આચાર્ય, આસી.પ્રોફેસર, ગ્રંથપાલ, પી.ટી.આઈ, લેબ.આસી., શ્રેયાન કલાર્ક, જુનીયર કલાર્ક સહીતની જગ્યાઓ મંજુર કરવામાં આવી છે, ટાઈપ ડીઝાઈન મુજબ બાંધકામ ક્ષેત્રફળ અંદાજે ૫૮૦૭ ચો.મી.ની જગ્યામાં આ કામગીરી થનાર છે આ કામના અંદાજો બનાવવા,ટી.એસ,ટેન્ડર સહિતની કામગીરી થયે આગામી દિવસોમાં નવા મકાનની સુવિધા વિધાર્થીઓને મળતી થશે જસદણ અને વિંછીયા તાલુકાને સ્પર્શતા વરસો જુના મહત્વના પ્રશ્નનું નિરાકરણ આવતા જસદણ, વિંછીયા તાલુકાના ભા.જ.પ.ના આગેવાનોએ પાણીપુર્વઠા જળસંપતિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો આભાર વ્યકત કર્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.