બંને જિલ્લામાં વીજ તંત્રનાં ૫૫૪ ફિડરમાં મેન્ટેનન્સનો ધમધમાટ શરૂ
કાળઝાળ ગરમીમાં તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી, વીજ પુરવઠો બંધ રખાતા હાલાકી. સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં વીજતંત્ર દ્વારા જ્યોતિગ્રામ અને એગ્રીકલ્ચરનાં કુલ-૫૫૪ ફીડરોમાં મેન્ટેનન્સનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા કાળઝાળ ગરમીમાં પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના કારણે વીજ પુરવઠો બંધ રહેતાં પ્રજા અકળાઈ રહી છે. ચોમાસા પૂર્વે ફીડરમાં મેન્ટેનન્સ જરુરી હોવાથી વીજતંત્રની ટીમો બળબળતા તાપમાં પણ ફીડર અને લાઈન ઉપર કામ કરતી જોવા મળે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.