રાજકોટમાં ઢોર નિયંત્રણ કાયદો રદ થયો, છતાં ઘર આંગણેથી પશુઓ પકડી જતા હોવાના આક્ષેપ સાથે સુત્રોચ્ચાર કર્યા
રાજ્ય સરકારના ઢોર નિયંત્રણ કાયદાને લઈને તાજેતરમાં જ માલધારીઓ દ્વારા એક દિવસ દૂધ બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો હતો. બાદમાં સરકારે આ કાયદો પાછો ખેંચી લીધો હતો. જો કે, રાજકોટમાં માલધારીઓએ આક્ષેપ કર્યો હતો કે, ઘર આંગણેથી પશુઓ પકડી જાય છે. આ સાથે માલધારીઓ રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.