કરાઇ પોલીસ અકાદમીમાં તાલીમી કોન્સ્ટેબલે સહકર્મી પર હુમલો કર્યો.
કરાઇ પોલીસ અકાદમીમાં તાલીમ મેળવતા એક કોન્સ્ટેબલે છોકરી બાબતે સહ તાલીમી કોન્સ્ટેબલને માર માર્યો હતો. એક તાલીમ કોન્સ્ટેબલે કહ્યુ હતુ કે, તુ પેલી છોકરી સાથે કેમ વાતો કરે છે, હવેથી વાતો કરતો નહી. ત્યારબાદ સહ તાલીમી કોન્સ્ટેબલ છોકરી સાથે વાતો કરતો હતો, તે સમયે ધમકી આપનાર સહ તાલીમી કોન્સ્ટેબલ જોઇ ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે, તને ના પાડવા છતા કેમ વાતો કરે છે, તેમ કહીને માથામાં ખુરશી ફટકારી દીધી હતી. જેને લઇને ડભોડા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.