પંપ, જીમ, સ્કૂલ, શોરૂમ, બેંક સહિત 43 જગ્યા સીલ - At This Time

પંપ, જીમ, સ્કૂલ, શોરૂમ, બેંક સહિત 43 જગ્યા સીલ


નવનિયુક્ત કમિશનર દેવાંગ દેસાઈ ચેકિંગમાં નીકળતા વ્યવસાયિકોમાં ફફડાટ.

ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો તેમાં સૌથી મોટી બેદરકારી એ નીકળી હતી કે સ્થળ પર ફાયર એનઓસી લેવામાં આવી ન હતી. જેને પ્રાથમિક ગણીને નવનિયુક્ત કમિશનર દેવાંગ દેસાઈએ જેટલા પણ એકમોમાં ફાયર એનઓસી ન હોય તેને સીલ મારવા હુકમ કર્યો હતો. જેમાં એક જ દિવસમાં 43 એકમ સીલ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી માટે કમિશનર પણ ફિલ્ડમાં નીકળ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ વોર્ડ વાઈઝ અલગ અલગ ટીમ બનાવીને બુધવાર રાત્રે જ આયોજન કરીને સવારે તપાસમાં ત્રાટકી હતી. બપોર સુધીમાં 13 સ્થળએ સીલ લગાવવામાં આવ્યા હતા. જોકે સાંજે તપાસની ગતિ વધારી દેવા માટે હુકમ આવતાં જ ટીમો દોડતી થઈ હતી અને સાંજ સુધીમાં 202 સ્થળએ તપાસ કરીને 43 સંકુલ સીલ કર્યા છે. જેમાં હોટેલ, સ્કૂલ, ક્લાસીસ, જીમ, રેસ્ટોરન્ટ, કાફે સહિતનો સમાવેશ થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.