ધંધુકા તાલુકાના હડાળા ગામે ફરિયાદીને છેડતીના કેશમાં ફસાવી દેવાની ધમકી આપી શખ્સો રૂપિયા 2 લાખ ચાઉં કરી ગયા.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના હડાળા ગામે ફરિયાદીને છેડતીના કેશમાં ફસાવી દેવાની ધમકી આપી શખ્સો રૂપિયા 2 લાખ ચાઉં કરી ગયા.
ફરિયાદી તેમના દીકરાના લગ્નની કંકોત્રી આપવા જતા આરોપીએ હાથ પકડ્યો જે ફરિયાદી હાથ પાછો ખેંચીને કંકોત્રી આપીને પોતાના ઘરે આવી ગયા હતા તે પછી ફરિયાદીના દીકરાના લગ્ન થઈ ગયા બાદ આરોપી તથા તેમનો એક સાથી આવીને ફરિયાદીને કેહવા લાગ્યા હતા કે તને છેડતીના કેસમાં ફસાવી દઈશું ને પછી મોબાઈલમાં વિડિઓ ઉતારી ફરતો કરી દઈશું જો તું રૂપિયા 20 લાખ નહિ આપે તો તેમ ધમકાવી રૂપિયા 2 લાખ પડાવી લીધા હતા.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતેના ફરિયાદીના દીકરાના લગ્ન હોય તેમના એક સગાના દીકરાને કંકોત્રી આપવા ગયા હતા તે સમયે દીકરાની માં હાજર હોય કંકોત્રી લઈને તેમને દેતા ફરિયાદીનો હાથ પકડી રાખ્યો હતો જે ફરિયાદી દ્વારા ખેંચીને છોડાવી તેમના ઘરે જતા રહ્યા હતા ત્યાં બાદ લગ્ન પુરા થઈ ગયા પછી ફરિયાદી તથા તેમને એક સાથી બન્ને ફરિયાદીને બોલવાની ધમકાવવા લાગેલા હતા કે તારા ઉપર છેડતીનો કેસ કરી નાખીશું ને તેના વિડિઓ મોબાઈલમાં ફરતો કરી દઈશ જો તું રૂપિયા 20 લાખ નહિ આપે તો. તેમ કહેતા ફરિયાદીએ ટુકડે ટુકડે રૂપિયા 2 લાખ આપ્યા હતા તેમ છતાં શખ્સો હજુ રૂપિયા 2 લાખની માંગણી કરી રહ્યા જે ફરિયાદી આપી શકે તેમ નહોતા. જેથી ફરિયાદીએટલે ઘરે વાત કરતા સમગ્ર મામલો ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. ફરિયાદી દ્વારા કંચનબેન ઘનશ્યામભાઈ વાટુકિયા રહે હડાળા ધંધુકા તથા વિક્રમભાઈ દેવજીભાઈ સોલંકી રહે ફેદરા ધંધુકા મળી અવાર નવાર ખોટો છેડતીનો કેસ કરવાની અને મોબાઈલમાં વિડિઓ ફરતો કરવાની ધમકી આપી રૂપિયા 2 લાખ પડાવ્યાની ધંધુકા મથકમાં ફરિયાદ નોંધી ધોરણસર તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.