મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૦૪ સપ્ટેમ્બર રવિવારે જિલ્લામાં યોજાશે ખાસ ઝુંબેશ
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૦૪ સપ્ટેમ્બર રવિવારે જિલ્લામાં યોજાશે ખાસ ઝુંબેશ
ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૧૨/૦૯/૨૦૨૨ સુધી અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આગામી તા.૪ અને તા.૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૨ને રવિવારના રોજ જિલ્લામાં ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આગામી રવિવાર તા.૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ અમરેલી જિલ્લામાં તમામ વિધાનસભાના ૧,૪૧૨ મતદાન મથકો પર સવારે ૧૦.૦૦ વાગ્યાથી ૫.૦૦ વાગ્યા સુધી બુથ લેવલ અધિકારીશ્રીઓ (BLO) દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
આ ઝુંબેશમાં મતદાર યાદીમાં આધાર નંબર લીંક કરવાની, મતદાર યાદીમાં મૃત્યુ થયેલા વ્યક્તિઓનાં નામ કમી કરવાની, મતદાર યાદીમાં પોતાના નામની વિગતોમાં સુધારાઓ, સ્થળાંતરના કિસ્સામાં સરનામુ બદલવા માટે, સુધારા વિના ચૂંટણી કાર્ડ મેળવવાની, તેમજ દિવ્યાંગ મતદારોના માર્કિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. ચૂંટણીપંચ દ્વારા મતદારોને ઓનલાઈન નોંધણી અને સુધારણા માટે સુવિધા આપવામાં આવી છે.
ઓનલાઈન પોર્ટલ https://www.nvsp.in/ https://www.nvsp.in/ voter helpline mobile app (ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે) અને GARUDA APP (BLO) મારફતે ઉપયોગમાં લઈ શકાશે. આ વેબસાઈટ/એપ્લિકેશન પરથી મતદાર યાદીમાં નામોની નોંધણી થશે, નવા મતદાર તરીકે નોંધણી કરાવી શકાશે, મતદાર યાદીમાં વિગતોમાં સુધારો કરી શકાશે, નવા મતદારો માટે ઈ-એપિક ડાઉનલોડ કરવાની સુવિધાઓ આપી શકાશે. આ મામલે વધુ માહિતી ૧૯૫૦ પરથી જિલ્લામાં આવેલી તમામ પ્રાંત કચેરી તથા મામલતદાર કચેરીઓ ખાતેથી માહિતી મેળવી શકાશે.
આ અભિયાન અંતર્ગત તા.૩૧/૦૮/૨૦૨૨ના રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ પહેલના ભાગરુપે, અમરેલી જિલ્લાના તમામ તાલુકામાં ૨૫થી વધુ સ્થળોએ ઈ.વી.એમ, વીવીપેટનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ગણપતિ પંડાલ તેમજ અન્ય જાહેર સ્થળોએ ઈ.વી.એમ. વીવીપેટનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો, તેમ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.