રાણપુર તાલુકાનો બીજા ક્લસ્ટરનો સેવા સેતુ કાર્યક્રમ આગામી 4 ઓક્ટોબરના રોજ કુંડલી ગામે યોજાશે - At This Time

રાણપુર તાલુકાનો બીજા ક્લસ્ટરનો સેવા સેતુ કાર્યક્રમ આગામી 4 ઓક્ટોબરના રોજ કુંડલી ગામે યોજાશે


(અસરફ જાંગડ દ્વારા)
રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ નાગરિકોને સતત મળે, વહીવટી પારદર્શિતામાં ઉમેરો થાય અને નાગરિકોને તેમના વસવાટ-રહેઠાણ નજીકના વિસ્તારમાં સેવાઓનો લાભ પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુના ૧૦માં તબક્કો સુકાર્યરત છે. જે અંતર્ગત નાગરિકોને ઘર આંગણે જ 55 જેટલી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે.
જેના ભાગરૂપે રાણપુર તાલુકાનો બીજા ક્લસ્ટરનો 12 ગામોનો સેવા સેતુ કાર્યક્રમ આગામી તા. 04-10-2024ના રોજ કુંડલી ગામે યોજાશે. આ કાર્યક્રમ કુંડલી પ્રાથમીક શાળામાં સવારના 09 કલાકથી સાંજના 05 કલાક દરમિયાન યોજાનાર છે. જેમાં સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા અમલી કરાયેલ વિવિધ લોકોપયોગી યોજનાઓ અંગે કામગીરી કરવામાં આવશે. આ સેવા સેતુ કાર્યક્રમમાં રાણપુર તાલુકાના કુંડલી, અળઉ, પાણવી, રાજપરા, બુબાવાવ, ઉમરાળા, અણિયાળી-કાઠી, અલમપર, હડમતાળા, ખોખરનેશ, નાની વાવડી, માલણ પુર સહિતના ગામોનો સમાવેશ કરાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.