સુરેન્દ્રનગરમાં રોટરી ક્લબ ઓફ વઢવાણ સીટી દ્વારા છત્રી વિતરણ કરાઈ. - At This Time

સુરેન્દ્રનગરમાં રોટરી ક્લબ ઓફ વઢવાણ સીટી દ્વારા છત્રી વિતરણ કરાઈ.


સુરેન્દ્રનગરમાં રોટરી ક્લબ ઓફ વઢવાણ સીટી દ્વારા છત્રી વિતરણ કરાઈ.
રોટરી ક્લબ ઓફ વઢવાણ સીટી દ્વારા અનેક સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે રોટરી થેલેસેમિયા સેન્ટર, રોટરી ગાર્ડન, રોટરી અન્નપૂર્ણા રથ વગેરે ચલાવવામાં આવે છે. રોટરી નો ખુબજ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એટલે રોટરીનો છાયડો આ પ્રોજેક્ટ અંતર્ગત સુરેન્દ્રનગરના વિવિધ વિસ્તારમાં પાથરણાં પાથરીને પોતાની રોજગારી ચલાવતા નાના ધંધાર્થીઓને રોટરી ક્લબ દ્વારા બળબળતો તડકો,વરસાદ સામે રક્ષણ મળે તેવા હેતુથી છત્રી આપી નાના પરિવારોના ચહેરા ઉપર હાસ્ય પૂરું પાડ્યું છે. આ તબક્કે રોટરી ક્લબ ઓફ વઢવાણ સીટીના પ્રમુખ માધવીબેન શાહ, સાવન પટેલ,પુનિત શાહ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા વિચરતા સમુદાય સમર્થન મંચના હર્ષદ કે વ્યાસ અને જલ્પા વ્યાસે ભારે જહેમત ઉઠાવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.