ગીર સોમનાથનો હિરણ-૨ ૭૦% ભરાયો, વેરાવળ-તાલાલાના નીચાંણવાળા વિસ્તારોમાં એલર્ટ* ———— *નદીના પટમાં અવર-જવર ન કરવાં તેમજ ઢોર ઢાંખર ન લઇ જવા કડક સુચના*
*ગીર સોમનાથનો હિરણ-૨ ૭૦% ભરાયો, વેરાવળ-તાલાલાના નીચાંણવાળા વિસ્તારોમાં એલર્ટ*
------------
*નદીના પટમાં અવર-જવર ન કરવાં તેમજ ઢોર ઢાંખર ન લઇ જવા કડક સુચના*
------------
ગીર સોમનાથ, તા.૦૨: ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ઉમરેઠી ગામ પાસે આવેલ હિરણ-૨ જળાશયમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક વધતાં હિરણ-ર ડેમ ડીઝાઇન સ્ટોરેજના ૭૦% એટલે કે આર.એલ. ૬૯.૬૦ૢ મીટર, ઉંડાઇ ૭.૧૯ મીટર તથા જીવંત જથ્થો ૨૩.૪૯૯ એમ.સી.યુ.એમ. તા.૦૨/૦૭/૨૦૨૩ ના રોજ ભરાયેલ હોય, હિરણ-૨ જળાશયના હેઠવાસમાં આવતાં ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવાં તેમજ ઢોર ઢાખર ન લઇ જવા સુચના આપવામાં આવી છે.
ડેમનું નિર્ધારીત રૂલ લેવલ ૭૦.૭૫ મીટર જાળવવા કોઇપણ સમયે દરવાજા ખોલવાની આવશ્યકતા ઉભી થશે જેથી સાવચેત રહેવાં વિનંતી તેમજ હિરણ-૨ જળાશય હેઠળના તાલાળા તાલુકાના ઉમરેઠી, માલજીંજવા, સેમરવાવ તેમજ વેરાવળ તાલુકાના ભેરાળા,મંડોર,ઇશ્વરીયા, ઇન્દ્રોઇ, નાવદ્રા, સોનારીયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી અને પ્રભાસ પાટણના નીચાંણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચિત કરવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.