શાળાએથી કહ્યા વગર નીકળી ગયેલ બે બાળાઓને માતા પિતાને સોંપતી ઉમરાળા પોલીસ - At This Time

શાળાએથી કહ્યા વગર નીકળી ગયેલ બે બાળાઓને માતા પિતાને સોંપતી ઉમરાળા પોલીસ


*શાળાએથી કહ્યા વગર નીકળી ગયેલ બે બાળાઓને માતા પિતાને સોંપતી ઉમરાળા પોલીસ*

સિહોર તાલુકાના કૃષ્ણપરા ગામે મજૂરી અર્થે આવેલ પરપ્રાંતીય ખેતમજૂર પરિવારની બે દીકરીઓને માતા પિતાએ કોઈ બાબતે ઠપકો આપતા બાળકીઓ સ્કૂલેથી કહ્યા વગર 12 કિલોમીટર ચાલતા ચાલતા ઉમરાળાના રંઘોળા ચોકડી પહોંચી હતી પ્રાથમિક શાળાએથી કહ્યા વગર નીકળી ગયેલ બાળાઓ વિશે કોઈ જાગૃત નાગરિક દ્વારા ઉમરાળા પોલીસને જાણ કરવામાં આવી હતી કે ઉમરાળાના રંઘોળા ચોકડી પાસે બે અજાણી બાળાઓ ચાલતી ચાલતી આવી ચડેલ છે ઉમરાળા પોલીસ સ્ટાફે સમય સૂચકતા વાપરી તાત્કાલિક રંઘોળા ચોકડી દોડી જઈ બાળકીઓનો કબજો લઈ ઉમરાળા પોલીસ મથકે લાવી પોલીસ દ્વારા બાળકીઓને માતા પિતા વિશે પૂછતા જણાવા મળ્યુ કે માતા પિતા સિહોરના સણોસરા નજીક કૃષ્ણપરા ગામે ખેતમજૂરી અર્થે આવેલ છે પોલીસ દ્વારા તુરંત માતા પિતાનો સંપર્ક કરી બંને બાળકીઓ વિશે વાત કરતા પિતા દ્વારા જણાવાયુ કે બંને બાળકીઓ કૃષ્ણપરા ગામે પ્રાથમિક શાળામાં ધોરણ 5 અને 7 માં અભ્યાસ કરે છે બંને બાળકીઓ ઉમરાળા પોલીસ મથકે સુરક્ષિત હોવાની માહિતી મળતા માતાપિતા સહિતના પરિવારજનોમાં આનંદ અને ખુશીની લહેર છવાઈ ગઈ હતી અને પરિવારજનો ઉમરાળા પોલીસ મથકે દોડી આવ્યા હતા અને કબજો મેળવ્યો હતો

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.