સરલા ઉચ્ચ માધ્યમિક શાળા એ શૈક્ષણિક પ્રવાસ નું આયોજન
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સરલા નો ત્રી દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો..
મુળી તાલુકાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સરલા ખાતે તારીખ 21 થી 23 ડિસેમ્બર સુધી ત્રણ દિવસ સુધી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રથમ દિવસે દીવ નાગવા બીચ તથા દિવ ફોર્ટ, દિવ ચર્ચ જેવા સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી .બીજા દિવસે સોમનાથ મહાદેવ ના વિદ્યાર્થીઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત સોમનાથ મંદિરના ઇતિહાસને દર્શાવતો લાઈટ શો પણ વિદ્યાર્થીઓએ નિહાળ્યો હતો.
ત્રીજા દિવસનો પ્રવાસ જુનાગઢ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ગિરનાર ઉપરકોટ ,સક્કરબાગ સેવા સ્થળોની વિદ્યાર્થીઓ હતી. આ ઉપરાંત વીરપર કાગવડ જેવા સ્થળોએ પણ વિદ્યાર્થીઓએ દર્શન કરીને અભ્યાસની સાથે વિવિધ સાંસ્કૃતિક વારસા વિશે પણ સમજ મેળવી હતી. શાળાના આચાર્યશ્રી વારિસ ભાઈ ભટ્ટાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ આ શૈક્ષણિક પ્રવાસને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો શ્રી સતિષભાઈ કોષીયા સાહેબ ,પલક કુમાર પ્રજાપતિ, સતિષભાઈ મટુડિયા,હેતલબેન સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને સરસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આમ ,સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સરલા નો ત્રણ દિવસનો શૈક્ષણિક પ્રવાસ સૌરાષ્ટ્રના વિવિધ સ્થળોની મુલાકાત સાથે યોજવામાં આવ્યો હતો .જેમાં વિદ્યાર્થીઓને ઘણી બધી બાબતો શીખવા મળી હતી.
9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.