નેત્રંગ જવાહર બજાર વિસ્તારના નવો બેનેલ સીસી રોડ ગણતરીના મહિનાઓમાં જ અત્યંત બિસ્માર બનતા વિરોધ નોંધાયો... - At This Time

નેત્રંગ જવાહર બજાર વિસ્તારના નવો બેનેલ સીસી રોડ ગણતરીના મહિનાઓમાં જ અત્યંત બિસ્માર બનતા વિરોધ નોંધાયો…


નેત્રંગ ટાઉનના જવાહર બજાર વિસ્તારમાં સાંસદ મનસુખ વસાવાની ગ્રાન્ટમાંથી રૂપિયા ૫૦ લાખ ફાળવણી અને ગ્રામપંચાયત માંથી ૧૫મા નાણા પંચ માંથી રૂપિયા ૨૦ લાખ મળી કુલ્લે રૂ.૭૦ લાખના ખર્ચે ચારરસ્તાથી ગ્રામપંચાયત સેવાસદન સુધી રૂ. ૭૦ લાખના ખર્ચે બનેલ આ સીસી રસ્તાનું ખાતમુહૂર્ત ભરૂચ જીલ્લા સાંસદ મનસુખ વસાવાના હસ્તે મે ૨૦૨૩ માં કરાયું હતું.

જેના હજી એક વર્ષ પૂર્ણ પણ નથી થયું અને આ સી.સી. રોડ ગણતરીના મહિનાઓમાં જ અત્યંત બિસ્માર બનતા સ્થાનિકોએ વારંવાર ગ્રામ પંચાયતને અને અધિકારીઓ પદાધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં છતાં કોઈ પણ જાતનું નિરાકરણ નહીં આવતા રોષે ભરાયેલા સ્થાનિકોએ જવાહર બજાર વિસ્તારમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થઈ અધિકારીઓ અને અને પદાધિકારીઓ ને સ્થળ પર બોલાવી વહેલી તકે આ રોડની સમસ્યાનું નિવારણ લાવવા માંગ કરવામાં આવી હતી.

જે બાદ સ્થાનિક આગેવાન શેરખાન પઠાણ દ્વારા ભરૂચ જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર સાથે ટેલીફોનીક વાતચીત કરતા તા.૦૬/૦૧/૨૦૨૫ સુધી યોગ્ય નિરાકરણ લાવવા મૌખિક બાહેધરી આપતા લોકોનો રોષ શાંત થયો હતો. તેમજ આવનાર ૦૬ જાન્યુઆરી ૨૦૨૫ સુધી જો આ રોડનું નિરાકરણ નહીં આવે તો નેશનલ હાઇવે બ્લોક કરવો, નેત્રંગ તાલુકા પંચાયત કચેરી, વાલિયા ડેપ્યુટી ઇજેનરની કચેરી અને કે ભરૂચ કાર્યપાલક ઈજનેરની કચેરીને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.