પત્નીના પ્રેમસબંધની જાણ થતાં પતિએ યુવકને મારવાની ધમકી આપતા ઝેરી દવા પી લીધી
વૃદ્ધાશ્રમમાં કેર ટેકર તરીકે કામ કરતા નિલેષ સોઢા અને નેહલ વાઘેલા વચ્ચે પ્રેમ સબંધ અંગેની જાણ નેહલના પતિને જાણ થતાં તે યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપતા કંટાળીને ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડવામાં આવેલ હતો.બનાવ અંગેની વધુ વિગત અનુસાર ભગવતી પરામાં રહેતાં નિલેષભાઈ દિનેશભાઈ સોઢા (ઉ.વ.26) અપરિણીત છે.
અને ગોંડલ રોડ પર આવેલ સદ્દભાવના વૃદ્ધાશ્રમમાં કેર ટેકર તરીકે કામ કરે છે. જેમની સાથે ભગવતી પરામાં જ રહેતી નેહલબેન ભુરીભાઈ વાઘેલા નામની મહીલા પણ કેરટેકર તરીકે ઘણા સમયથી કામ કરે છે.જે દરમિયાન બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ પ્રાંર્ગ્યો હતો. અને નિલેષ નેહલને લગ્ન કરી લેવા માટે દબાણ કરતો હતો જયારે નેહલ લગ્ન કર્યા વગર ભુરીભાઈ નામના યુવક સાથે રહેતી હતી જેથી રાહ જોવા માટે કહેતી હતી. જે બાદ બંન્નેના પ્રેમ સંબંધની જાણ મહીલાના પતિ ભુરીભાઈને થતાં તેમને નિલેષને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જે બાદમાં ગત રાત્રીના નેહલ અને નિલેષને મોબાઈલમાં વાત કરતા પકડી લેતાં ભુટીભાઈ હથીયાર અંગેની જાણ નેહલને થતા ભયભીત થઈને ઝેરી દવા પી.લીધી હતી. અને બે-ભાન થઈ ઢળી પડતા અત્રેની સીવીલે સારવારમાં ખસેડાયા હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે બી ડીવીઝન પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી ગયો હતો. અને યુવકનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.