મહીસાગર જિલ્લામાં ડીજીટલ ક્રોપ સર્વે હાથ ધરાયો:
છ તાલુકાઓમાં ૧૯૧૨૫૭ સર્વે નંબરોમાં ફિલ્ડ પર જઈને સર્વેયરો ૪૫ દિવસ સુધી સર્વે કરશે
ભારત સરકાર દ્વારા ગુજરાતમાં ગત વર્ષે છ જિલ્લાઓમાં ડિજિટલ ક્રોપ સર્વે પાયલોટ પ્રોજેકટ કરાયા બાદ આ વર્ષે રાજ્યના તમામ જિલ્લામાં તેનું અમલીકરણ શરૂ કરાયું છે. જેમાં મહીસાગર જિલ્લામાં હાલ ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી ચાલી રહી છે ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જે આર પટેલે લુણાવાડા તાલુકાના ઉચરપી ગામે માસ્ટર ટ્રેનર સાથે આ કામગીરીની મુલાકાત લઈ સર્વેયરોને પ્રત્યક્ષ તાલીમ આપી હતી.તેમજ આ સર્વેના ભવિષ્યના ફાયદા અંગે ખેડૂતોને માહિતી આપી સબંધિત અધિકારીઓ કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા કરી કામગીરીની સમીક્ષા કરી હતી.
મહીસાગર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા ખેતી ક્ષેત્રે પરફેકટ અને રીયલ ટાઈમ ડેટા મળી શકે અને તેના આધારે ખેતીના પાકોનો સાચો અંદાજ મળી શકે અને નીતિ ઘડતરમાં પણ તે ઉપયોગી બની શકે તે ઉદ્દેશથી નેશનલ લેવલેથી પ્રથમવાર ડિજિટલ ક્રોપ સર્વે શરૂ કરાયો છે. જેમાં ચાલુ વર્ષે મહીસાગર સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં ડિજિટલ કોપ સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
મહીસાગર જિલ્લામાં તા.૧૦/૦૮/૨૦૨૪ થી ડિજિટલ કોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં મહીસાગર જિલ્લાના તમામ છ તાલુકાઓમાં ૧૯૧૨૫૭ સર્વે નંબરોમાં ફિલ્ડ પર જઈને સર્વેયરો ૪૫ દિવસ સુધી સર્વે કરશે તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે મહીસાગર જિલ્લાના તમામ સર્વે નંબરોમાં ફિલ્ડ પર જઈને સર્વેયરો દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે કરાનાર છે.
આ અંગે જિલ્લા અને તાલુકા કક્ષાએ કમિટીઓની રચના કરવામાં આવી છે. જેમાં જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રી અને તાલુકા કક્ષાએ પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં કમિટીઓ કાર્યરત કરાઈ છે. આ ઉપરાંત પંચાયતના વીસીઈ, ફાર્મર ફ્રેન્ડ તેમજ ગામના મોબાઈલના જાણકાર વ્યક્તિઓને સર્વેયર તરીકે કામગીરી સોંપવામાં આવી રહી છે. પ્રત્યેક સર્વે નંબરમાં જો એક પાક હોય તો દસ રૂપિયા પ્રમાણે અને બે પાક હોય તો બાર રૂપિયા પ્રમાણે મહેનતાણારૂપે ચુકવણું કરવામાં આવે છે. તથા ગામ ના તલાટી કમ મંત્રીશ્રી મારફતે સર્વેયર દ્વારા કરેલ કામગીરી એપ્રુવ કરવામાં આવશે અને ગ્રામ સેવકશ્રી દ્વારા એપ્રૂવ ડેટા વેરીફાઈ કરવામાં આવશે. આમ, મહીસાગર જિલ્લામાં અંદાજે ૧૯ લાખ રૂપિયા ડિજિટલ ક્રોપ સર્વે અંતર્ગત મહેનતાણારૂપે ચૂકવાશે.
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ડિજિટલ ક્રોપ સર્વે અંતર્ગત દરેક તાલુકામાં તમામ સર્વે નંબરમાં સર્વે કરાનાર હોય તેના માટે તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું તેમજ વર્ગ એક અને વર્ગ બે તથા તલાટી અને ગ્રામ સેવકોને તાલીમ અપાઈ છે અને તેમને ટ્રેનરના હોદ્દા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 800 થી વધુ જેટલા સર્વેયરોને પણ કેવી રીતે સર્વે કરવો તેની પ્રેકટીકલ ફિલ્ડ પર તાલીમ આપી દેવાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.