12 ડિસેમ્બરથી વેરાવળથી સુરત માટે સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડશે ટિકિટ બુકિંગ શરૂ - At This Time

12 ડિસેમ્બરથી વેરાવળથી સુરત માટે સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડશે ટિકિટ બુકિંગ શરૂ


12 ડિસેમ્બરથી વેરાવળથી સુરત માટે સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડશે
ટિકિટ બુકિંગ શરૂ થઈ ગયું છે

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ વેરાવળ અને સુરત વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ આ ટ્રેન વેરાવળથી દર મંગળવારે સવારે 11.05 કલાકે દોડશે. આ ટ્રેનને 12 ડિસેમ્બર, 2023 થી 30 જાન્યુઆરી, 2024 સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 ટ્રેન નંબર 09018/09017 વેરાવળ-સુરત-વેરાવળ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન
ટ્રેન નંબર 09018 વેરાવળ-સુરત સાપ્તાહિક વિશેષ ટ્રેન વેરાવળથી દર મંગળવારે 11.05 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.45 કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન 12 ડિસેમ્બર, 2023 થી 30 જાન્યુઆરી, 2024 સુધી વેરાવળથી દોડશે.
એ જ રીતે ટ્રેન નંબર 09017 સુરત-વેરાવળ સાપ્તાહિક વિશેષ ટ્રેન દર સોમવારે સુરતથી 19.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.05 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન 11 ડિસેમ્બર, 2023 થી 29 જાન્યુઆરી, 2024 સુધી ચાલશે.
આ ટ્રેન માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, અમદાવાદ અને વડોદરા સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે.
ટ્રેન નંબર 09018 અને 09017 માટે બુકિંગ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. તેવી યાદી
માશૂક અહમદ વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ દ્વારા જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.