અટલ સરોવર પાસે પીસીઆર વેનનાં ડ્રાઇવર પર હુમલો કરી ફરજમાં રૂકાવટ
ગાંધીગ્રામમાં અક્ષરનગરમાં રહેતા રવિરાજસિંહ સિધ્ધરાજસિંહ જાડેજા(ઉ.વ.22)એ ફરિયાદમાં નીતિન હરેશભાઈ ચાવડા અને નીતિન ચૌહાણ નામના શખ્સ સામે ફરજમાં રુકાવટ સહિતની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ અંગે યુનિવર્સિટી પોલીસના પીએસઆઈ ડી.વી.બાલાસરા સહિતના સ્ટાફે વધુ તપાસ આદરી છે. રવિરાજભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું પોલીસ હેડ ક્વાર્ટર એમ.ટી વિભાગમાં આઉટસોર્સ ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છુ અને હાલ યુનિવર્સિટી પોલીસની પી.સી.આર 19 માં ફરજ બજાવું છું.ગઇકાલ હું નોકરી પર હતો ત્યારે સંજયદાન વિષ્ણુદાન ગઢવી,એસ.આર.પી. હે.કો. સુરેશભાઈ ભાણજીભાઈ અસારી સાથે ફરજ પર હતો.તે દરમ્યાન રાત્રીના કોલ આવેલ કે,જેથી કોલ આધારે નવો 150 ફૂટ રિંગરોડ અટલ સરોવર નજીક જઈ તપાસ કરતા કોલ કરનાર
એક એક્સેસ ચાલક તથા ટ્રક ચાલક વચ્ચે હોર્ન વગાડવા બાબતે ઝઘડો થયો હતો.પરંતુ આ બાબતે બન્ને વચ્ચે સમાધાન થઈ જતા કોલ કરનાર ફરીયાદ કરવા માંગતા ના હોય અને ટ્રક ચાલક તથા કોલ કરનાર એકસેસ ચાલક જતા રહ્યા હતા. બાદમાં અમેં અને સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં નિકળી ગયા હતા બાદ પેટ્રોલિંગ દરમિયાન ફરતા ફરતા કાલાવાડ રોડ પર ન્યારી ડેમ જવાના રસ્તા પાસે ઉભા રહ્યા ત્યારે તા.16/02ના અગાઉ કોલમાં રહેલ ટ્રક ચાલક અને અન્ય બીજો ટ્રક ચાલક ત્યાં આવી રોડની સાઈડે બન્ને ટ્રક પાર્ક કરી ઉભા રહ્યાં હતાં. જે દરમ્યાન અમારી સાથેના પો.કો સંજયદાન કંટ્રોલ ના કોલ નો રિટર્ન મેસેજ લખાવતા હતા.ત્યારે આ બન્ને ટ્રકો અડધી કલાક સુધી ત્યાંજ ઉભા રહ્યા બાદ બન્ને બન્ને ડ્રાઈવરો પોતાના હાથમાં લાકડાના ધોકા લઈને અમારી પી.સી.આર તરફ આવતા હતા.
જેને હું દુરથી આવતા જોઈ હું તેમની સામે ચાલીને પુછવા ગયો ત્યારે એક ડ્રાઈવરે મને ધોકો માથામાં મારવા જતા મે મારો હાથ આડો રાખતા મને ડાબા હાથ પર ઘા મારતા ઈજા થયેલ અને તે ડ્રાઈવર ત્યાંથી દોડીને નાસી ગયો હતો મને હાથમાં ઈજા થઈ હોય જેથી મે પોલીસ કન્ટ્રોલમા ફોન કરી અન્ય પોલીસની મદદ માંગતા થોડીવારમાં તાલુકા પોલીસ સ્ટેશનની અન્ય પોલીસની ગાડીઓ આવી ગઈ હતી.તે દરમ્યાન આ બન્ને ડ્રાઈવર પૈકીનો એક ડ્રાઈવર પકડાઈ ગયો હતો.જેનુ નામ પુછતા પોતાનુ નામ નીતીન હરેશભાઈ ચાવડા હોવાનુ જણાવેલ અને મને હાથમાં ધોકો મારનાર ડ્રાઈવર નું નામ નીતીન ચૌહાણ હોવાનુ જાણવા મળ્યું હતું.જે નાસી જતા તેની શોધખોળ આદરી હતી.પકડાયેલા શખ્સે જણાવ્યું હતું કે પોતે અગાઉના કોલનો ખાર રાખી હુમલો કરતા ફરિયાદ નોંધાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.