“તરું ને વાવ્યા વિના તરી શકશે નહીં વૃક્ષ વિના સૃષ્ટિ માં જીવી શકશે નહીં” ૧૬ કિમિ ના રસ્તા ની બંને તરફ ૨૧૦૦ ઘટા ટોપ વૃક્ષો દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિર પ્રશાસન ના મહા વૃક્ષારોપણ અભિયાન નો પ્રારંભ
"તરું ને વાવ્યા વિના તરી શકશે નહીં વૃક્ષ વિના સૃષ્ટિ માં જીવી શકશે નહીં"
૧૬ કિમિ ના રસ્તા ની બંને તરફ ૨૧૦૦ ઘટા ટોપ વૃક્ષો
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિર પ્રશાસન ના મહા વૃક્ષારોપણ અભિયાન નો પ્રારંભ
દામનગર "તરું ને વાવ્યા વિના તરી શકશે નહીં વૃક્ષ વિના સૃષ્ટિ માં જીવી શકશે નહીં"૧૬ કિમિ ના રસ્તા ની બંને તરફ ૨૧૦૦ ઘટા ટોપ વૃક્ષો દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિર પ્રશાસન ના મહા વૃક્ષારોપણ અભિયાન નો પ્રારંભ મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટી હરજીભાઈ નારોલા અમરશીભાઈ પરમાર નરશીભાઈ ડોડીયા વિઠલભાઈ સરધારા કરશનભાઈ સરધારા રજનીભાઈ ધોળકિયા અશોકભાઈ બાલધા બટુકભાઈ શિયાણી પૂજારી પરિવાર ના મનીષબાપુ નિમાવત સ્થાનીક સામાજિક અગ્રણી ઓ મંદિર ટ્રસ્ટ ના કર્મચારી દેવરાજભાઈ સિંધવ ગોપાલ ચુડાસમાં જયદીપ સિંધવ સહિત અસંખ્ય સેવક સમુદાય ની ઉપસ્થિતિ માં વૃક્ષારોપણ નો પ્રારંભ કરાયો હતો
શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર તરફ આવતા લાઠી તરફ અને દામનગર તરફ કુલ ૧૬ કિમિ ના સ્ટેટ ના રસ્તા ની બંને તરફ ૨૧૦૦ થી વધુ ટ્રીગાર્ડ સાથે વૃક્ષઉછેર કરાશે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને શ્રી ભુરખિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉદારદિલ દાતા ના સેવકો ના આર્થિક સહયોગ થી વૃક્ષ ઉછેર કરતી પ્રસિદ્ધ સંસ્થાન સદભાવના ટ્રસ્ટ રાજકોટ ની દેખરેખ હેઠળ સમગ્ર વિસ્તાર હરિયાળો બનશે માત્ર ત્રણ વર્ષ ટૂંકા ગાળા ના સમય માં દામનગર તરફ થી લાઠી તરફ જતા ૧૬ કિમિ ના સ્ટેટ નો માર્ગ બનશે નંદનવન ૨૧૦૦ થી વધુ ઘટાટોપ વૃક્ષ પર્યાવરણ પ્રકૃતિ વિહાર કરતા દરેક જીવાત્મા માટે બનશે આશીર્વાદ રૂપ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પ્રશાસન તેમજ ભુરખિયા ગામ માં અદમ્ય ઉત્સાહ
"ચાલ તું મને તારા માં વાવી દે ને હું તને મારા માં વાવી દઉં હું તારા માં ઉગીશ ને તુ મારા માં એમ એકબીજા ની હદય ની માટી માં ભળી ને રોપાઈ જઈશું એકમેક માં ને સર્જીશું શુદ્ધ પર્યાવરણ પછી સુંદર બની મહેકી ઉઠશે જીવન"
શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ સદભાવના ટ્રસ્ટ રાજકોટ અને ઉદારદિલ દાતા ઓના સંકલન થી પ્રારંભયેલ અનોખી મુહિમ પર્યાવરણ અને પ્રકૃતિ માં વિહરતા દરેક જીવાત્મા માટે ઉપકાર રૂપ બની રહેશે સોશ્યલ મીડિયા મારફતે છેલ્લા ઘણા સમય થી વૃક્ષ દત્તક માટે દાદા ના સેવક સમુદાય દ્વારા કેમ્પઇન ચાલતું હતું જેમાં ૨૧૦૦ થી વધુ વૃક્ષ માટે ઉદારહાથે સુરત મુંબઈ અમદાવાદ સહિત ના વિસ્તાર માં વસતા દાદા ના સેવકો એ વૃક્ષ માટે સખાવતો કરતા દાતા પ્રત્યે સમગ્ર ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.